ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

કલોલના ખાત્રજ ખાતે ચોઇસ ફેબ્રીકેશન કંપનીના માલિક પાસે અમદાવાદ રહેતાં ભાવિન પટેલે લાંઘણજની ફેક્ટરીમાં 3 કરોડ 22 લાખ 94 હજાર 674 ની કિંમતના લોખંડના શેડ બનાવડાવી બાકીના રૂપિયા નહીં ચૂકવી રૂ. 42.46 લાખની છેતરપિંડી આચરવામાં આવતાં સાંતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલના ખાત્રજ ગામની સીમમાં આવેલ ચોઇસ ફેબ્રીકેશન નામની કંપની ચલાવતાં શૈલેષભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કંપનીમાં એન્જિનિયરિંગ શેડ બનાવવાનું કામ કરવામાં આવે છે. 15 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ઉક્ત ભાવિન સુરેશભાઈ પટેલે (રહે. 15, ગોપીનાથ સોસાયટી ,ડ્રાઈવઇન રોડ,ગુરુદ્રારા અમદાવાદ) જઈને કહેલું કે, લાંઘણજ ગામમાં આવેલી પોતાની ફેક્ટરીમાં શેડ બનાવવાનો છે.
આથી શૈલેષભાઈ કંપનીના અન્ય ડાયરેક્ટર મોન્ટુભાઇ તેમજ એન્જિનિયર દિપેશભાઈને લઈને લાંઘણજ ખાતે ભાવિનભાઇની કંપની ની જગ્યાએ ગયા હતા. જ્યાં તેના પસંદ મુજબ શેડની ડિઝાઈન બતાવી હતી. આથી ભાવિન પટેલને ડિઝાઈન પસંદ આવતાં ભાવ તાલ નક્કી કરવા શૈલેષભાઈએ ખાત્રજ ખાતેની ફેકટરી આવવા કહ્યું હતું. જે અન્વયે બંને વચ્ચે થયેલી મિટિંગનાં અંતે મિટિંગ ભાવિન પટેલે લોખંડના શેડ(પી.બી શેડ) બનાવવા વાત કરી હતી. જે બાબતે શૈલેષભાઈએ 2 કરોડ 48 લાખ 69 હજાર 590 નો પરચેઝ ઓર્ડર આપ્યો હતો.
એ વખતે ભાવિન પટેલે એડવાન્સ હુબોન્ડ પ્રોડક્ટ ઇન્ડીયા પ્રાઈવેટ લીમીટેડના ખાતામાંથી રૂ. 2.51 લાખ ચુકવી આપ્યા હતા. બાદમાં શૈલેષભાઈએ શેડ બનાવવાનું કામ શરૂ કરાવી દીધું હતું. જો કે અધવચ્ચે નક્કી થયા કરતા વધુ શેડ બનાવવાનું ભાવિન પટેલે કહેતા શૈલેષભાઈએ ભાવ વધારા પેટે 12.20 લાખ લેવામાં આવશે તેનો ઈમેલ પણ કર્યો હતો. ત્યારબાદ ભાવીન પટેલ દ્વારા 2 કરોડ 80 લાખ 48 હજારની ચૂકવણી કરવામાં આવી હતી.
બાદમાં ઓક્ટોબર 2021 માં કામ પૂર્ણ થઈ જતાં શૈલેષભાઈએ શેડના સર્ટિફિકેટ પણ આપ્યા હતા. ત્યારે ભાવિન પટેલે ડુબોન્ડ પ્રોડક્ટ ઇન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ, ધવનતિ એન્ટરપ્રાઇઝ તેમજ બાર્ક કન્સસન્ટીગ એન્ડ ક્રીએટીવ પ્રાઈવેટ લીમીટેડના ખાતામાંથી રૂપિયાની ચૂકવણી કરી હતી. પરંતુ બાકીના 42 લાખ 46 હજાર 656 પછી આપવાનું કહ્યું હતું. પરંતુ વારંવાર ઉઘરાણી કરવા કરતાં ભાવિન પટેલે આપેલો ચેક પણ રિટર્ન થયો હતો. અને છેલ્લે ભાવિન પટેલે હાથ અધ્ધર કરી લીધા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં શૈલેષભાઈએ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.