- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Health Minister Visited Surat Civil Hospital, Took Stock Of The Arrangements At Surat Civil Hospital In View Of The Covid Situation.
સુરત8 કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્યના આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી સરપ્રાઈઝ મુલાકાત
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આવવામાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ સુરત આવ્યા હતા.
આરોગ્ય મંત્રી સુરત સિવિલમાં પહોંચ્યા
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીએ સિવિલના તબીબો સાથે બેઠક કરી અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલે પહોંચતા સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો અને અધિકારીઓ પણ એકત્રિત થઈ ગયા હતા.
આરોગ્ય મંત્રીને તૂટેલા બાંકડા અને ગંદકીને લઈ રજૂઆત
આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં આવેલા કેમ્પસની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેમ્પસમાં ગંદકી અને તૂટેલા બાંકડા જોઈને અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. તેમજ ગંદકી દૂર કરવા બાબતે ટકોર કરી હતી. આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને કેટલાક મુદ્દાઓ અંગે તેમને સૂચન પણ કર્યા હતા.
રાજ્ય અને દેશભરમાં કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યભરમાં કોઈની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. છતાં પણ સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં કે આ પ્રકારની સ્થિતિ છે તે અંગે થોડી માહિતી પણ મેળવી છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન વગેરે બાબતોને લઈને ચર્ચાઓ પણ કરી છે. કોવિડની સ્થિતિ ભલે નિયંત્રણ હેઠળ હોય છતાં પણ તમામ વ્યવસ્થા અંગે સમયાંતરે સમીક્ષા બેઠક કરવામાં આવતી હોય છે. હું સુરત એરપોર્ટ તરફ જવાનો હતો પરંતુ મારી ફ્લાઈટ માટે થોડો સમય હોવાથી જે સમયે મારી પાસે હતો તેને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ લીધી છે.