પાલિકાના ચોપડે શહેરમાં 38746 મિલકતોમાંથી વધીને 40997 થઈ | The municipal register has increased from 38746 properties to 40997 in the city | Times Of Ahmedabad

ભુજ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 22837 કરતાઅોઅે 20.5 કરોડ રૂપિયા વેરો ભરી પણ નાખ્યો
  • 18 ટકા દંડથી બચવા ચડત 10.91 કરોડ રૂપિયા ભરાયા

ભુજ પાલિકાના ચોપડે ગત હિસાબી વર્ષ 2021/22માં શહેરની 38746 મિલકતો ચડી હતી. જે હિસાબી વર્ષ 2022/23 દરમિયાન વધીને 40997 ઉપર પહોંચી ગઈ છે. હિસાબી વર્ષ 2022/23 દરમિયાન 22837 મિલકત માલિકોઅે ચડત રકમ ઉપર 18 ટકા વ્યાજે દંડના ભયે 20 કરોડ 5 લાખ રૂપિયા ભરી પણ દીધા હતા. જોકે, દર 2 વર્ષે મિલકત વેરામાં 10 ટકા વધારો અને વધારા પછી દર 2 વર્ષે વધારા સહિતની વેરાની રકમ ઉપર વસુલાતને કારણે પણ વિક્રમી વસુલાત થયાનું જાણવા મળ્યું છે.

ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાઅે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, હિસાબી વર્ષ 2021/22 દરમિયાન 12 કરોડ 30 લાખ રુપિયા વસુલાત થઈ હતી. જ્યારે હિસાબી વર્ષ 2022/23 દરમિયાન નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ, ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલન, મુખ્ય અધિકારી જીગર પટેલના માર્ગદર્શનથી અને અાયોજનબદ્ધ કામગીરીને કારણે મિલકત વેરો, શિક્ષણ ઉપકર અને સેવા ચાર્જના 20 કરોડ 5 લાખ ઉપરાંત વ્યવસાય વેરો 2 કરોડ 4 લાખ અને નગરપાલિકા સંચાલિત દુકાનોના ભાડા પેટે 84 લાખ રૂપિયા મળીને કુલ 22 કરોડ 93 લાખ રૂપિયાની અભૂતપૂર્વ અને વિક્રમી વસુલાત સંભવ બની છે.

રોજંદાર મહિલાને ઘરે જઈ સેવા અાપી
ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે અેક મુસ્લિમ મહિલાને કોલ કરીને જણાવ્યું હતું કે, તમારી પાસેથી નગરપાલિકાઅે અમુક રકમ લેવાની થાય છે. જો 31મી માર્ચ સુધી ભરાઈ જશે તો 18 ટકા વ્યાજના દંડથી બચી શકાશે, જેથી મુસ્લિમ મહિલાઅે કહ્યું હતું કે, મારો રોઝો ચાલે છે. તમે કોઈને ઘરે મોકલો તો ચેક અાપી દઉં, જેથી ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાઅે પળના પણ વિલંબ કર્યા વિના મુસ્લિમ મહિલાના ધાર્મિક રોઝાને ધ્યાનમાં રાખીને કર્મચારીને તેમના ઘેર મોકલ્યો હતો અને મહિલાઅે તરત ચેક અાપી દીધો હતો. અાવા કેટલાય કિસ્સા છે, જેમાં માનવીય અભિગમ અપનાવી સેવા અાપવામાં અાવી હોય.

28.22 કરોડ લેણામાંથી 20.05 કરોડ અાવ્યા
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના મિલકત માલિકો પાસેથી પાછલા બાકી 15 કરોડ 75 લાખ અને ચાલુ લેણું 12 કરોડ 29 લાખ મળીને કુલ 28 કરોડ 22 લાખ રૂપિયા વસુલવાના થતા હતા, જેમાંથી પાછલા બાકી 10 કરોડ 91 લાખ અને ચાલુ લેણું 9 કરોડ 14 લાખ મળીને કુલ 20 કરોડ 5 લાખ રૂપિયાની વસુલાત થઈ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم