સિટી બસની આશા ઠગારી, ત્રીજા પ્રયત્ને એકેય નિવિદા નહીં | City Bus hopes dashed, not a single tender in third attempt | Times Of Ahmedabad

ભુજ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અન્ય વિકલ્પ પણ હજુ સુધી વિચાર્યો નહીં

ભુજ શહેરના લોકોના લોકોની સિટી બસ સેવાની અાશા વધુ અેક વખત ઠગારી નીવડી છે. ભુજ નગરપાલિકાઅે ત્રણ પ્રયત્નો કર્યો અને ત્રણેય પ્રયત્નોમાં અેકેય નિવિદા અાવી ન હતી. છેલ્લે માર્ચ માસની 6 તારીખે નિવિદા મંગાવવાની મુદ્દત પૂરી થઈ ત્યારે પણ અેકેય નિવિદા અાવી ન હતી. બીજી તરફ પદાધિકારીઅોમાં પણ સિટી બસ સેવા શરૂ કરવામાં ભારે નિરસતા જોવા મળી રહી છે.

ભુજ નગરપાલિકાઅે ભૂકંપ પહેલા સિટી બસ સેવા શરૂ કરી હતી. નગરપાલિકાઅે નિમેલા ડ્રાઈવર, કન્ડકટર સહિતના કર્મચારીઅોના ભ્રષ્ટાચારને કારણે સિટી બસ સેવામાં નગરપાલિકાને ભારે ખોટ જતી હતી, જેથી ઠેકો અાપવાનું શરૂ કર્યું હતું, જેમાં માધાપરની સહકારી મંડળીઅે ઘણા વર્ષો સુધી સંચાલન કર્યું. પરંતુ, અોપન અેર થિયટરના ગ્રાઉન્ડમાં સિટી બસ સ્ટોપ ભાડે રાખી ભાડું ચૂકવવામાં ઠાગાઠૈયા કર્યા હતા, જેથી નગરપાલિકાઅે ઠેકેદાર બદલવા નિર્ણય કર્યો હતો,

જેમાં નવા ઠેકેદારે શહેરીજનોને સારી સેવા અાપવાની ભાવનાથી નવી બસો, વિદ્યાર્થીઅો અને વયસ્કો માટે રાહતદરે પાસ સેવા સહિતની સુવિધાઅો અાપી હતી. પરંતુ, સિટી બસ સ્ટોપમાંથી રિક્ષા અને છકડાવાળા મુસાફરો લઈ જતા હતા અને લોકોમાં પણ થોડી રાહ જોવાની ધીરજ રહેતી નહીં, જેથી અપૂરતા મુસાફરો અને વધુ પડતા ખર્ચને કારણે નવા ઠેકેદારે પણ હાથ અધ્ધર કર્યા. જે બાદ છેલ્લા પાંચ વર્ષથી નગરપાલિકાના પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઅોઅે કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં, જેથી શહેરીજનો સિટી બસ સેવાથી વંચિત રહી ગયા. છેલ્લે દોઢ બે વર્ષ દરમિયાન રાજ્ય સરકારની સી.અેન.જી. સિટી બસ સેવા યોજના હેઠળ નિવિદા મંગાવવા ત્રણેક પ્રયત્યનો થયા. પરંતુ, અેકેય ટેન્ડર ન અાવતા પદાધિકારીઅોમાં પણ રસ રુચિ ઘટી ગયા છે.

વિકલ્પ વિચાર્યો નથી : નગરપતિ
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે પદભાર સંભાળ્યા બાદ સિટી બસ સેવા શરૂ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ, વાયદો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. જે બાબતે તેમને પૂછતા તેમણે જણાવ્યું કે, કોઈ ટેન્ડર ભરતું નથી. ઠેકા સિવાય કોઈ વિકલ્પ વિચાર્યો નથી. અેટલે તેમણે પૂછ્યું કે, શું શહેરીજનોને સિટી બસ સેવાની જરૂર નથી. તો તેમણે કહ્યું કે, ના, અેવું નથી. જરૂર તો છે.

કોઈ ટેન્ડર ભરે તો ઠેકો અપાય : હેડક્લાર્ક
ભુજ નગરપાલિકાના હેડ ક્લાર્ક અને શોપ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લે ત્રીજો પ્રયત્ન માર્ચ મહિનાની 6ઠ્ઠી તારીખ નિષ્ફળ રહ્યો. કોઈ ટેન્ડર ભરે તો ઠેકો અપાય. પરંતુ, ત્રણેય પ્રયત્નોમાં કોઈય ટેન્ડર ભર્યું જ નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم