- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- One Of The Gang Who Was Fleeing On A Bike After Looting In Gandhinagar Was Caught, 2.40 Lakh Worth Of Valuables Including 40 Mobiles Were Seized.
ગાંધીનગર20 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરમાં એકલદોકલ જતાં રાહદારીઓનાં હાથમાં મોબાઇલ લૂંટીને બાઈક પર ફરાર થઈ જતી ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે 40 મોબાઇલ ફોન, બાઈક મળીને કુલ રૂ. 2 લાખ 40 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા વખતથી એકલદોકલ જતાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ લૂંટતી બાઈકર્સ ગેંગે તરખાટ મચાવી દીધો હતો. જેનાં પગલે એલસીબી પીઆઈ ડી બી વાળાએ તાબાના અધિકારી તથા માણસોને જિલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યાં હતા.
જે અન્વયે પીએસઆઇ એ.જી એનુરકારની ટીમ કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન મળેલી બાતમીનાં આધારે રસ્તે આવતા જતા લોકોની નજર ચુકવી મોબાઇલ ફોનની ચોરી તથા લૂંટ કરનાર એક ઇસમ સંજય ઉર્ફે ફલ્લો રાજુભાઈ પટણી (ઉ.વ.23, રહે, મોટા તલાવની સામે છાપરાં, સરકારી દવાખાનાની સામે, કડી, જી. મહેસાણા) ને બજાજ પલ્સર બાઇક સાથે કલોલના અંબીકા બસ સ્ટેન્ડ પાસેથી વોચ કરી પકડી પાડવામાં આવ્યો હતો.
જેની પાસેની થેલીમાંથી 44 મોબાઇલ ફોન મળી આવ્યાં હતા. જે અંગે આકરી ઢબે પૂછતાંછ હાથ ધરવામાં આવતાં સંજય પટણીએ કબૂલાત કરેલી કે, આજથી છ-એક માસ દરમ્યાન તેના કડી ખાતે રહેતા અન્ય સાગરીતો વિશાલ ગલાજી ઠાકોર તથા શૈલેષ વાઝા તથા શાહરૂખ કલાલ સાથે મળી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારો કલોલ, ખાત્રજ, સાંતેજ, છત્રાલ, અમદાવાદ તથા કડી ખાતેથી ફોન ઉપર વાત કરતા ચાલતા જતા લોકો પાસેથી મોબાઈલ લૂંટી લીધા હતા. પોલીસની વધુ તપાસમાં તેની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન પૈકી એક ફોન ચોરીનો કલોલ સિટી પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હોવાનું ખુલ્યું હતું. જે અંગે સંજયે કબૂલાત કરેલી કે પંદરેક દિવસ પહેલા પોતે અને તેનો મિત્ર વિશાલ ઠાકોર રાત્રીના બાઈક ઉપર કલોલ આવી એક છોકરાંના હાથમાંથી મોબાઇલ ઝુંટવી નાસી ગયા હતા અને આ તમામ ચોરીના મોબાઇલ અમદાવાદ ગુજરી બજારમાં વેચવાની ફીરાકમાં હતા.
જેનાં પગલે એલસીબીએ સંજયની ધરપકડ કરી આખી ગેંગનો ગુનાહિત ઈતિહાસ તપાસતા શૈલેષ વાઝા હાલમાં પાસા હેઠળ સુરત જેલમાં જ્યારે શાહરૂખ કલાલ ત્રણેક માસ પહેલા ઉપરોકત એમ.ઓ થી ગુના આચરતા દરમ્યાન અમદાવાદ શહેર સીટી ક્રાઇમ પોલીસે પકડી પાડતાં તે પણ હાલમાં જેલમાં હોવાનું ખુલ્યું હતું.