Saturday, April 22, 2023

રાજકોટનાં ભક્તિનગર નજીકની સરસ્વતી સ્કૂલ જાહેર રજા છતાં ચાલુ રખાઈ જિલ્લા શિક્ષણાધિકારીને વિદ્યાર્થી નેતાની રજૂઆત | Saraswati School near Bhaktinagar in Rajkot continued despite public holiday, student leader's presentation to the district education officer. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Saraswati School Near Bhaktinagar In Rajkot Continued Despite Public Holiday, Student Leader’s Presentation To The District Education Officer.

રાજકોટ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજ રોજ પરશુરામ જયંતિ, અખાત્રીજ અને ઈદની જાહેર રજા છે તેમછતાં ભક્તિનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા વાલીઓની ફરિયાદના આધારે વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી અને ધાર્મિક તહેવારોમાં સરકાર દ્વારા જાહેર કરેલ રજામાં સ્કૂલ બંધ કરાવવા તેમજ સરકારના નિયમોને અવારનવાર તોડનાર આ સરસ્વતી સ્કૂલના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી.

જાહેર રજા છતાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ
આજે પરશુરામ જયંતિ તેમજ ઇદનો તહેવાર હોવાને કારણે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. જો કે, આમ છતાં શહેરનાં ભક્તિનગર ખાતે આવેલી સરસ્વતી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. આ અંગે વાલીઓ દ્વારા વીડિયો બનાવીને વિદ્યાર્થીઓના નેતા રોહિતસિંહ રાજપૂતને મોકલી આપવામાં આવ્યા હતા. જેને લઈને રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાને ટેલિફોનિક રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓએ આદેશ કરતા અંતે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.

રજામાં અવારનવાર સ્કૂલ ચાલુ રાખવાની ફરિયાદો ઊઠી
જો કે, બાળકોને શિક્ષણ માટે નહીં બોલાવ્યા હોવાનો બચાવ શાળાનાં સંચાલકોએ કર્યો હતો પરંતુ, શાળાનાં વીડિયો સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સરસ્વતી સ્કૂલમાં શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે અને નાના-નાના ભૂલકાઓ સ્કૂલ ડ્રેસ પહેરીને અભ્યાસ કરી રહ્યા છે તેમજ વાલીઓ બાળકોને તેડવા આવતા હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ સાથે સરસ્વતી સ્કૂલનાં સંચાલકો દ્વારા જાહેર રજામાં વારંવાર સ્કૂલ ચાલુ રાખવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સ્કૂલનાં સંચાલક સામે ક્યારે અને પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે

અન્ય સમાચારો પણ છે…

Related Posts: