અમદાવાદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોડકદેવ ટી પોસ્ટ પાસે આવેલ રોદ પર જાહેરમાં IPL મેચ પર સટ્ટો રમતા એક વ્યક્તિમે ઝડપી પાડ્યો છે.ભાવેશ પટેલ નામનો વ્યક્તિ મયુર દવે,જતીન પટેલ,અંકિત ગજ્જર અને વિરાજ પટેલ સાઠવા સટ્ટો રમી રહ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ પટેલની ધરપકડ કરી છે જ્યારે અન્ય 4 આરોપી ફરાર થઇ ગયા છે.ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.આરોપી પાસેથી મોબાઈલ ફોન અને 40000 રોકડા કબ્જે કર્યા છે.અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે સરખેજ ઉજાલા સર્કલ પાસે શીતળ હોટલની બાજુમાં પાન પાર્લર પાસે IPL મેચ પર સટ્ટો રમાડતા મનીષ પટેલ અને સટ્ટો રમતા રોશન શાહ,જૈનિક ભરવાડ અને મેહુલ નામમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.મનીષ ઉપરથી લાઇન ચલાવતા સાણંદના વિપુલ પટેલ સાઠવા રહીને સટ્ટો રમાડતો હતો.પોલીસે 4 આરોપીઓને ઝડપીને રોકડ સહિત 75000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે વિપુલની શોધખોળ હાથ ધરી છે.
સરખેજ પોલીસે એસપી રીંગ રોડ પરથી IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કૃણાલ પટેલની ધરપકડ કરી છે.કૃણાલ મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા ક્રિકેટ સટ્ટો રમતો હતો.આ ઉપરાંત કૃણાલ સાથે વ્રજ પટેલ પણ સટ્ટો રમાડવામાં સામેલ હતો જે ફરાર છે.સરખેજ પોલીસે કૃણાલ પટેલની ધરપકડ કરી છે જ્યારે ફરાર વ્રજ પટેલની શોધખોળ શરૂ કરી છે.