'હું પોસ્ટમાથી બોલુ છુ,પાર્સલ અટકયુ છે' કહી દેવગઢ બારીઆની મહિલાના 40 હજાર ઓનલાઇન ઉપાડી લીધા | 40,000 was taken online from a woman of Devgarh Baria by saying 'I am speaking from the post, the parcel has stopped' | Times Of Ahmedabad

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

પોસ્ટમાંથી બોલું છું, તમારુ પાર્સલ અટકી ગયું છે તો ફોર્મ ભરી બે રૂા. મોબાઈ દ્વારા ટ્રાન્સફર કરવાનું ભેજાબાજે જણાવ્યુ. તેમ કહી દેવગઢ બારીઆની મહિલાનો ગુપ્ત પાસવર્ડ નંબર મેળવી રૂા. 40,938 મહિલાના ખાતામાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ઓનલાઈન છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

ગુપ્ત પાસવર્ડ નાખી 2 રૂપિયા ટ્રાન્સફર કર્યા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરનાં જુના રેલ્વે સ્ટેશનની સામે રહેતા જૈનબબેન ફખરીભાઈ ઇસ્માઈલભાઈ બાઝીના મોબાઈલ ફોન ઉપર તા. ગત 9 એપ્રિલના રોજ સવારના 10 વાગ્યાના સુમારે 8961637545 નંબર પરથી ફોન આવ્યો હતો. ભેજાબાજે કહ્યુ કે હુ પોસ્ટ માંથી બોલું છું અને તમારુ પાર્સલ અટકી ગયું છે. તે મોકલવા સારુ તમારે એક ફોર્મ ભરી રૂા. 2 ટ્રાસફર કરવા પડશે. હુ તમને મેસેજ કરું તેના ઉપર મોકલી આપજાે. તેમ કહી એક ફોર્મ મોકલ્યુ હતુ અને તેમાં નામ અને મોબાઈલ નંબર ભરી રૂા. 2 રુ કપાવવા માટે જૈનબબેન પોતાનો ગુપ્ત પાસવાર્ડ નાખી રૂા. 2 ટ્રાન્જેક્શન કર્યા હતા.

જુદા જુદા નંબરથી મેસેજ આવ્યા,રિટર્ન લિંક મોકલી
તે વખતે મોબાઈલ નંબર 7304499902 થી મેસેજ આવ્યો હતો. પરંતુ કેાઈ કાર્યવાહી થઇ ન હતી અને તરત જ મોબાઈલ નંબર 700149785થી મેસેજ આવ્યો હતો. તેમાં જણાવેલ તમે તે જ મેસેજ કરીને રીર્ટન લીંક મોકલો અને જૈનબબેને લીંક રીટર્ન મોકલી હતી.

બીજે દિવસે ખાતામાંથી બારોબાર રુપિયા ઉપડી ગયા
​​​​​​​​​​​​​​બીજે દિવસે જૈનબબેનના યશ બેંકના​​​​​​​ એકાઉન્ટ તેમજ ઇન્ડસબેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે કુલ રૂા. 40938 ની ઓનલાઈન છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાે હતો. આ સંબંધે જૈનબબેન ફખરીભાઈ ઇસ્માઈલભાઈ બાજીએ દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંબંધે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીઓ સામે આગળની ​​​​​​​કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post