વલસાડના હિંગરાજ ભડેલી જગાલાલા દરિયા કાંઠે એક બોટમાંથી ઈંગ્લીશ દારૂની 1152 બોટલ ઝડપાઈ, 4 વોન્ટેડ | 1152 bottles of English liquor seized from a boat at Hingraj beach in Valsad, 4 wanted | Times Of Ahmedabad

વલસાડ4 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં રોડ ઉપર પોલીસની નાકાબંધી અને ચેકીંગ જોઈને બુટલેગરોએ દરિયાઈ માર્ગે દારૂનો જથ્થો વલસાડ જિલ્લામાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ જિલ્લાની પોલીસની સતર્કતા સામે બુટલેગરોના કિમીયા નિષ્ફળ સાબિત થાય હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે હિંગરાજ પાસે દરિયા કિનારે ચેક કરતા એક બોટમાંથી દરિયા કિનારે ઉતારવામાં આવેલી 48 પેટીમાં 1152 બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસને આવતા જોઈ દારૂનો જથ્થો ઉતારી રહેલા 4 ઈસમો બોટ મારફતે દરિયામાં ભાગી ગયા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન, મળેલી બાતમીના આધારે અશ્વિન ઉર્ફે અશ્વિન બદુ રણછોડભાઈ પટેલ નાની દમણ પાસેથી બોટ મારફતે હિંગરાજ ભદેલી જગાલાલા દરિયા કિનારે દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. હાલ બોટ દરિયા કિનારે લાંગરી, દારૂનો જથ્થો ઉતારી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા, વલસાડ રૂરલ પોલીસની ટિમે ભદેલી જગાલાલા દરિયા કિનારે રેડ કરી ચેક કરતા, દરિયા કિનારે બોટમાં કેટલાક ઈસમો દારૂનો જથ્થો બોટમાંથી ઉતારી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આરોપીઓ પોલીસને આવતા જોઈ, બોટનું એન્જિન ચાલુ કરી, બોટ મારફતે દરિયામાં ભાગી છુટ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે 48 પેટીમાં 1152 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂરલ પોલીસે ભાગી ગયેલા ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી 1.15 લાખનો દારૂનો જથ્થો કબજે લઈ, વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post