- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Amreli’s Diamond Manufacturer Was Cheated Of 42 Lakhs By Giving Greedy Lure Of Commission In The Scheme, Complaint Against 7 Persons
અમરેલી43 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં દામનગર શહેરના ભવાની ચોકમાં રહેતા અને હીરાનું કારખાનું ધરાવતા રશ્મિનભાઈ પ્રોમોદ સિંહ પઢીયારની સાથે વિશ્વાસઘાત થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રશમીનભાઈ પઢીયાર દ્વારા 7 શખ્સ સામે અમરેલી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યું કે, રોકાણકારોને ભોળવી ઇગ્રાઇટ કોઈનમાં USDT રોકાણ કરવાની સ્કીમ બતાવી કમિશન અપાવવાની લલચામણી વાતો કરી હતી. તેમજ જેટલી આઈ.ડી.બનાવો તેવી રીતે કમિશન અપાવવા લાલચ આપી ignitegame વેબસાઈટ ઉપર લોગઇન કરાવી અલગ-અલગ આઈ.ડી.બનાવી ફરિયાદ પાસેથી રૂ.42 લાખ જેટલી રકમનું રોકાણ કરાવી પરત આપ્યું ન હતું. જેથી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ ફરીયાદ થતા તપાસ શરૂ
અમરેલી સાઈબર ક્રાઇમમાં 7 ઈસમો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. જેમાં પંકજભાઈ ગોહેલ દામનગર, બીપીનભાઈ અમૃતલાલ જોષી રે ભાવનગર, કલ્પેશભાઈ સરસીયા, સતીશભાઈ ગોલ પંચમહાલ, જગદીશભાઈ નારોલ સુરત, ઘનશ્યામભાઈ નાડોદા સુરત, હાર્દિકભાઈ વાઘેલા ભાવનગર સહિતનાઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.