આણંદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક

આણંદના નાવલી ગામે રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અચાનક ગુમ થઇ ગઈ હતી. આ અંગે વાલીઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આણંદ ગ્રામ્ય પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નાવલી ગામમાં રહેતા 15 વર્ષની કિશોરી ધો.9માં અભ્યાસ કરે છે. તે 31મી માર્ચના રોજ સવારના અગિયાર વાગ્યાના સુમારે અચાનક ગુમ થઇ ગઈ હતી. મોડી સાંજ સુધી તે ઘરમાં ન દેખાતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળી આવી નહતી. આથી, તેના સગા – સંબંધી અને સહેલીને ત્યાં પણ પુછપરછ કરી હતી.પરંતુ કોઇ સગડ મળ્યાં નહતાં.
મહત્વનું છે કે દીકરી ગુમ થઈ હોવાથી પરિવારજનો અને સ્નેહીજનો ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે.પરિવારજનોને નકારત્મક વિચારોએ ઘેરી લીધા છે.કંઈ અજુગતું ન બને અને દીકરી સલામત રીતે ઘરે આવે તે માટે પોલીસનું શરણું લીધું છે.પરિવારજનોએ આ અંગે પોલીસ મથકે જાણ કરતાં આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યો શખસ અપહરણ કરી લઈ ગયો હોવાનું જણાતા અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.