સુરતના અટલ આશ્રમમાં બનશે 4500 કિલોનો વિશાળ સેવામણી લાડુ, 2004થી 551 કિલો લાડુથી કરાઈ હતી શરૂઆત | Atal Ashram in Surat will make a huge Sevamani Ladoo of 4500 kg to celebrate Shri Hanuman Janmotsav, started from 2004 with 551 kg Ladoo. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Atal Ashram In Surat Will Make A Huge Sevamani Ladoo Of 4500 Kg To Celebrate Shri Hanuman Janmotsav, Started From 2004 With 551 Kg Ladoo.

સુરત19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
4500 કિલો લાડુના પ્રસાદ માટે તૈયાર શરૂ કરાઈ. - Divya Bhaskar

4500 કિલો લાડુના પ્રસાદ માટે તૈયાર શરૂ કરાઈ.

આવતીકાલે હનુમાન જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી જોવા મળશે. ત્યારે સુરતમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની વિશેષ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 4500 કિલોનો વિશાળ સવામણી લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અટલ આશ્રમ ખાતે આ રીતની ઉજવણી છેલ્લા 2004થી કરવામાં આવે છે. વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો, જે આ વર્ષે 4500 કિલો સુધી પહોંચ્યો છે.

હનુમાન જયંતિની ઉજવણીની તૈયારી
આવતીકાલે હનુમાનજી જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે સુરત શહેર પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરોની અંદર રામધૂન, સુંદરકાંડના પાઠ, મહાપૂજા, મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે અને મંદિરો જય બજરંગ બલીના નાદ સાથે ગુંજી ઉઠશે. ત્યારે સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ હનુમાન જન્મોત્સવની વિશેષ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઈને અટલ આશ્રમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં આ વર્ષે 4500 કિલોનો વિશાળ સવામણી લાડુના પ્રસાદનો ભોગ હનુમાન દાદાને ધરવામાં આવશે.

30થી 40 હજાર ભક્તોને પ્રસાદનો મળશે લાભ
અટલ આશ્રમમાં આ વર્ષે 4500 કિલોનો લાડુ બનાવવાનું આયોજન કરાયું છે. ત્યારે આ લાડુ બનાવવા માટે અનેક ભક્તો જોડાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાનને આ લાડુ ધરાવ્યા બાદ તેની પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. જેને લઈ 30થી 40 હજાર ભક્તો તેનો લાભ મેળવશે.

લાડુ બનાવવા કઈ કાઈ વસ્તુનો કરાશે ઉપયોગ
1500 કિલો ચણાની દાળ, 2 હજાર કિલો ખાંડ, 70 તેલના ડબ્બા, સુકો મેવો મળીને 4500 કિલોનો લાડુ તૈયાર થશે .આ ઉપરાંત અહીં 2 હજાર કિલો બુંદી અને ગાઠિયા, 15 હજાર લીટર છાશ, પૂરી, શાક, દાળ-ભાતના પ્રસાદનું આયોજન અહીં કરવામાં આવ્યું છે.

2004થી 551 કિલોના લાડુના પ્રસાદથી શરૂઆત કરાઈ હતી
અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે, આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે અહીં દર્શન કરવા આવનાર ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. લાડુ બનાવવાનું આયોજન વર્ષ 2004થી કરવામાં આવ્યું છે. વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે વધારો થતો ગયો અને વર્ષ 2023માં 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવશે. આ આયોજન અમે નહીં પરંતુ સ્વયં હનુમાન દાદા જ કરે છે. હનુમાન દાદા છે જ એટલે જ આ કાર્યકમ થાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post