છાણી કેનાલમાં રહસ્યમય પડી ગયેલા યુવાનનું મોત, ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢી | The death of a young man who fell mysteriously in the Chhani canal, the fire brigade recovered the body | Times Of Ahmedabad

વડોદરા30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢી - Divya Bhaskar

કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢી

શહેરના છાણી કેનાલમાં એક યુવાન ડૂબી ગયો હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરો તુરતજ રબર બોટો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને કેનાલમાં ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડે યુવાનનો મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કેનાલમાં ડૂબી જતા મોતને ભેટેલ યુવાનનું નામ પવનકુમાર રામાનંદરાય યાદવ (ઉં.21) હોવાનું અને તે બિહારના મોતીયારી જિલ્લાના ચોહાનીયા ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાન વડોદરામાં છૂટક કામ કરતો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાયલોટીંગ સાથે કારમાં લવાતો દારુ ઝડપાયો

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ચીરાગભાઇ ટીમના સભ્યો સાથે ડેસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે તેઓને માહીતી મળી હતી કે, એક વ્યક્તિ કારમાં ગડતેશ્વરથી દારુ ભરીને વાલાવાવ ચોકડી તરફ આવી રહ્યો છે. અને તેની આગળ એક મોટર સાઇકલ ચાલક પાયલોટીંગ કરી રહ્યો છે. જે માહિતી મળતા તેઓએ પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ વાલાવાલ ચોકડી ખાતે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતી વાળી બાઇક આવતા તેને રોકી તેની પૂછપરછ કરતા તેનું નામ નામ રાજેન્દ્રકુમાર વિક્રમસિંહ પરમાર (રહે. મેરાકૂવા ઘોડાવાળું ફળિયું, ડેસર)નો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દારુ ઝડપ્યો

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દારુ ઝડપ્યો

કારમાં દારુ લઇને બાઇક પાછળ આવી રહેલા કાર ચાલકને પાયલોટીંગ કરી રહેલ રાજેન્દ્રકુમાર પરમાર પોલીસના હાથે ઝડપાઇ ગયો હોવાની જાણ થતાં તે દારુ ભરેલી કાર સ્થળ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાંથી રૂપિયા 38,400 ની કિંમતની દારુની 384 બોટલો કબજે કરી હતી. અને ફરાર થઇ ગયેલા કાર ચાલક ગોપાલ કાળુ ઠાકોર (રહે. ગોઠડા ગામ, તા, ગોધરા, જિલ્લો પંચમહાલ)ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે દારુ, કાર અને મોટરસાઇક મળી કુલ્લે રૂપિયા 1,44,400 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવ અંગે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post