આફ્રિકાના વતની સાથે ગાંધીનગરના બિલ્ડરે 46 લાખની છેતરપિંડી આચરી, ફ્લેટ બુક હોવા છતાં આખી સ્કીમ બાલાજી ઈન્ફ્રાસ્ટ્રકચરને વેચી મારી | Gandhinagar builder with African native commits Rs 46 lakh fraud, sells entire scheme to Balaji Infrastructure despite flat book | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

આફ્રિકાનાં વતની સાથે ગાંધીનગરના કુડાસણની “શુકન રોયલ” સ્કીમના બિલ્ડરે ફ્લેટ આપવાના બહાને 46 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ફ્લેટ બુક હોવા છતાં બિલ્ડર દ્વારા આખેઆખી સ્કીમ બાલાજી ઈન્ફ્રાસ્ટ્રકચર ( શ્રીફળ હાઇટસ) ને વેચી પણ દેવાઈ હતી. ત્યારે શ્રીફળ હાઈટસનાં બિલ્ડર દ્વારા પણ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી મારવામાં આવ્યો હતો. આખરે 46 લાખ લીધા પછી પણ ફ્લેટ નહીં આપવામાં આવતાં ઈન્ફોસિટી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા ચાલીસ વર્ષથી આફ્રિકામાં રહેતાં પીનાકિનભાઇ ગોવિંદભાઈ શર્મા મૂળ પ્રાંતીયાની વતની છે. આફ્રિકામાં ટાયરની કંપનીમાં નોકરી કરતાં પીનાકિનભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અવાર નવાર ભારત આવતા રહેતાં હોય છે. આથી ગુજરાતમાં રહેવા માટે મકાનની જરૂર હોવાથી વર્ષ – 2013માં ગાંધીનગરના કુડાસણની સીમમાં આવેલ શુકન રોય કોર્પોરેશન દ્રારા મુકાયેલ ” શુકન રોયલ” નામની ફ્લેટની સ્કીમ જોઈ હતી.

બાદમાં સ્કીમ પસંદ આવતાં તેમણે ઈ-503 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. આ ફ્લેટની સ્કીમ 54 લાખ હતી. પણ એકસાથે રોકડા રૂપિયા આપતા ઉક્ત સ્કીમમાં ફ્લેટ રૂ. 46 લાખ 12/હજાર હતી. આમ નક્કી થયા મુજબ પીનાકિનભાઇને સ્કીમના માલિક રમેશભાઈ વરવાભાઈ પટેલ (રહે. દેવ આર્ય બંગલો, ઉમા પાર્ટી પ્લોટની બાજુ, મોટેરા) ફ્લેટની રકમ એક કાગળમાં લખી આપી હતી. જે મુજબ પીનાકિનભાઇએ રૂ. 28 લાખના બે ચેક શુકન રોયલ કોર્પોરેશનના નામે આપ્યા હતા. જેની સ્લીપ આપી હતી. પરંતુ 16 લાખ રોકડા લીધેલા એની એન્ટ્રી એક ડાયરીમાં સાંકેતિક ભાષામાં લખી આપી હતી.

જ્યારે આ સ્કીમ બે વર્ષમાં પૂર્ણ કરી ફ્લેટ આપવાનો બિલ્ડર દ્વારા વાયદો પણ કરાયો હતો. જે બાદ પીનાકિનભાઇ પરત આફ્રિકા જતાં રહ્યાં હતાં. ત્યારે છ મહિના પછી પીનાકિનભાઇ જાણ થઈ હતી કે, શુકન રોયલના માલિક રમેશ પટેલે સ્કીમ આશિષભાઈ નામના વ્યક્તિને વેચી મારી છે. જો કે એ વખતે પીનાકિનભાઇ આફ્રિકા થી આવી શક્યાં ન હતાં. અને બે વર્ષ પછી જાણવા મળેલ કે ઉક્ત સ્કીમ હવે શ્રીફળ હાઇટસ નામની સ્કીમ બની ગઈ છે.

આથી તેમના ભત્રીજાએ શ્રીફળ હાઇટસ જવાબદાર વ્યક્તિઓ સાથે ચર્ચા કરતા તેઓએ વધુ રૂ. 8 લાખ આપે તો ફ્લેટ આપવાની વાત કરી હતી. ત્યારબાદ શ્રીફળ હાઇટસનું ડેવલોપમેન્ટ કરતા બાલાજી ઇન્ફાસ્ટ્રાક્ચર દ્રારા બુક કરેલ ફ્લેટ વર્ષ 2015 માં અન્ય વ્યક્તિને વેચી મારવામાં આવ્યો હતો. જેની અવેજીમાં બીજો ખરાબ હાલતનો ફ્લેટ આપવાની સાથે વધુ પૈસા માંગતા હતા. આખરે પીનાકિનભાઇ કરેલી અરજીના સંદર્ભે કલેકટરના હુકમથી ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post