Thursday, April 6, 2023

બનાસ મેડીકલ કોલેજ મોરિયાની વિદ્યાર્થિની મિસ અક્બાની નગમા રફીકભાઈએ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો | Miss Akbani Nagma Rafiqbhai, a student of Banas Medical College Moriah, secured first rank in University | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આવેલ સાડા ચાર લાખ પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી પશુપાલકોની માલિકીની પુરા ભારતભરની એકમાત્ર બનાસ મેડીકલ કોલેજ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ મોરિયા ખાતે કાર્યરત છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘીડાટ ફી ભરીને બહારના રાજ્યોમાં ન જવું પડે તે માટે ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા પુરી પાડવા માટે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા 31/05/2018 ના રોજ બનાસ મેડીકલ કોલેજ & રીસર્ચ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી હતી.

બનાસવાસીઓના સંતાનો MBBSનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તથા આ જિલ્લાના લોકોને અત્યંત આધુનિક તબીબી સારવાર મફત મળી રહે તેવા ઉમદા આશયથી બનાસ મેડીકલ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી

બનાસ મેડીકલ કોલેજ મોરિયાની 2018ની પ્રથમ બેચનું રીઝલ્ટ 93.75 ટકાની સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન ચાલતી બનાસ મેડીકલ કોલેજ & રીસર્ચ ઇન્સ્ટિટયૂટ મોરિયાની વિધાર્થીની મિસ અક્બાની નગમા રફીકભાઈ એ 900 ગુણમાંથી 657 ગુણ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા તેમના પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી. જે. ચૌધરીએ એમ.બી.બી.એસ.ના ભાવી ડોક્ટરો વિવિધ ક્ષેત્રે આગળ વધે સમાજ પરિવાર તેમજ સંસ્થાનું નામ રોશન કરે તેવી ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.