જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર જિલ્લાની અંદર સ્વ-રક્ષણની તાલીમના વર્ગો ઘોરણ 6 થી 12 ની કન્યાઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. જેમા જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલના આદેશ મુજબ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડુંમારાણીયાના રાહબાર હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ વધે, મનોબળ બને તેમજ તેઓ પોતાનું રક્ષણ કરી શકે તે માટે આ સ્વરક્ષણની તાલીમનું અયોજન કરવામાં આવેલ છે. જેમાં જામનગર તેમજ કાલાવાડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર ની કુલ મળીને ટોટલ 472 શાળાઓમાં વિદ્યાર્થીનીઓને બોકસીંગ, રેસલીંગ, કરાટે, જુડો, ફાઈટ તેમજ પાયાની સ્વરક્ષણ તાલીમનું આયોજન જામનગર જિલ્લામાં કરાટે એશોશીએશન ગીર સોમનાથ (સંદીપસિંહ રાઠોડ) ને સોપવામાં આવ્યું છે.

