Sunday, April 23, 2023

મોરવા હડફ તેમજ એ અને બી ડિવિઝન તથા કાકણપુર પોલીસ મથકના અલગ અલગ 5 બનાવો | 5 different formations of Morwa Hadaf as well as A and B Division and Kakanpur Police Station | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે વીજવાયર તૂટીને ખેતરમાં પડતા ખેતરમાં રહેલી 500 ઉપરાંત નીલગીરીના વૃક્ષ બળીને ખાખ
પ્રાપ્ત વિગતો અનુસાર મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે આવેલા ભગત ફળિયામાં રહેતા કોકિલાબેન વજેસિંહ પટેલએ મોરવા હડફ પોલીસમથકે જાણવાજોગ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભગત ફળિયામાં તેઓનું ખેતર આવેલું છે, જેમાં નીલગીરીના વૃક્ષ રોપ્યા છે, ત્યારે ગત 19 તારીખે બપોરના સમયે તેઓના ખેતરમાંથી જતો વીજલાઈનનો જીવંત વીજવાયર તૂટીને પડ્યો હતો, જેને લઇને આગ ભભૂકી ઉઠી હતી, આ આગની ઘટનામાં 500 ઉપરાંત નીલગીરીના વૃક્ષ બળીને ખાખ થઈ ગયા હતા. આમ MGVCL કંપનીની ભૂલના ભોગે વિધવા મહિલાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલપંપ પાસે સર્જાયેલા અકસ્માતને લઈને ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે
ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા વાસુપૂજ્ય નગર સોસાયટીમાં રહેતા બિપીનકુમાર પગીએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ 12 વાગ્યાના સુમારે તેઓના પિતા પ્રભાતસિંહ પગી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હોવાથી ફરજ પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે પ્રભાતસિંહ પગી ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલપંપ પાસેથી પોતાની મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ સિમેન્ટ ભરીને જતાં ટ્રકના ચાલકે મોપેડ ચાલક પોલીસકર્મી પ્રભાતસિંહ પગીને પાછળથી અડફેટે લીધા હતા, આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રભાતસિંહ પગીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતુ, ત્યારે ટ્રકના ચાલક સામે ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પંચમહાલ એલસીબી પોલીસે રાજસ્થાનના જયપુરથી ભરીને રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે પંચમહાલ એલસીબી હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સૈયદુભાઈ પરમારને બાતમી મળી હતી કે, એક બંધ કન્ટેનર ટ્રકમાં રાજસ્થાનના જયપુરથી વિદેશી દારૂનો જથ્થો રાજકોટ ખાતે લઇ જવામાં આવનાર છે અને આ ટ્રક ગોધરા તાલુકામાંથી પસાર થવાની છે. જેના આધારે પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા ગતરોજ સાંજના સમયે ગોધરા તાલુકાના ટીંબાગામ નજીક આવેલી આસોપાલવ હોટેલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા રૂ. 16.10 લાખની કિંમતનો 305 પેટીમાં ભરેલો 3660 બોટલ અને રૂ. 8.38 લાખનો અન્ય 274 પેટીમાં ભરેલો 3288 બોટલ દારૂનો જથ્થો મળીને કુલ રૂ. 24.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ.34 53 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ ટ્રક સાથે પકડાયેલા ઈસમ કિશોરસિંહ ભવરસિંહ રાજપૂત તેમજ અન્ય મહેન્દ્રભાઈ સહિત બે ઈસમો સામે કાંકણપુર પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગોધરા શહેરના ધાનકાવાડ વિસ્તારમાંથી મળી આવેલા નવજાત બાળકને લઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવા પામી છે
ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ પાસે આવેલા રામાપીર મંદિર પાસે રહેતા દીપાબેન વિસનદાસ વીરવાનીએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓની ધાનકાવાડ વિસ્તારમાં ફાસ્ટફૂડની લારી આવેલી છે. ગતરોજ સાંજના સમયે તેઓની લારી પાસે કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકનો જન્મ છુપાવવા માટે ઇરાદાપૂર્વક તેનો નિકાલ કરવા નવજાત બાળકને પાણી ભરેલી કાચની બરણીમાં તરછોડી ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, બીજી તરફ તાજુ જન્મેલું બાળક એક દિવસનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાળકને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે મહિલાની ફરિયાદને આધારે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં પોલીસને બાતમી આપતો હોવાની અદાવત રાખીને બે ઈસમો દ્વારા એક વ્યક્તિ પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો
પ્રાપ્ત માહિતી ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલા ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં રહેતા અનસ મુસા સમોલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 21 તારીખે સાંજના સમયે ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં આવીને અનવર બસિર હયાત અને આદિલ હસન નામના બે ઈસમોએ જણાવ્યું હતું કે તું મારા વિશે પોલીસને બાતમી આપે છે અને મારી ગાડી પણ પોલીસમાં તારા હિસાબે પકડાઈ ગઈ છે અને મને નુકશાન થયું છે. તેમજ તું મારા વિશે લોકોમાં કેમ ખરાબ વાતો કરે છે કહીને અપશબ્દો બોલ્યા હતા. તેમજ અનવર બસીર હયાતે તેના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે અનસ મુસા સમોલને બને પગના ભાગે ફટકા મારીને નીચે પાડી દઈને લોહીલુહાણ કરીને લાતો મારી હતી. તેમજ આદિલ હસને લોખંડની પાઇપ વડે મારમાર્યો હતો. તેમજ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે બે ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: