સાળંગપુર ખાતે તારીખ 5 અને 6 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે, આયોજનને લઈ તાડામાર તૈયારીઓ શરૂ | Different programs will be held at Salangpur on 5th and 6th April, planning preparations have started. | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

સાળંગપુર હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિત્તે તેમજ કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ અનાવરણ તેમજ ભોજનાલય લોકાર્પણ પ્રસંગ અંતર્ગત તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. હનુમાન જયંતી તેમજ પૂર્વ સંધ્યાએ અલગ અલગ કાર્યક્રમોનું મંદિર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે​​​​​​.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એવું સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં ખૂબ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીં આવી અને દાદાના દર્શન કરતા હોય છે. ત્યારે હનુમાનજી દાદાના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતિની ધામધૂમથી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભવ્યથી દિવ્ય રીતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે હનુમાન જયંતી નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટની વિરાટ કાય કિંગ ઓફ સાળંગપુર નામથી ઓળખાતી હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. તેમજ ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય જેનું લોકાર્પણ કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. જે અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા બે દિવસ યોજનાર કાર્યક્રમ અંતર્ગતની તૈયારીને આખરી ઓપ​​​​​​​ અપાઈ રહ્યો છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે તારીખ 5 એપ્રિલના રોજ સાંજે 5:00 કલાકે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેની કિંગ ઓફ સાળંગપુર 54 ફૂટની પંચધાતુની 30 હજાર કિલો વજન ધરાવતી હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. ​​​​​​​તેમજ પૂજા વિધિ સાથે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે. ​​​​​​​તેમજ 6 એપ્રિલ હનુમાન જયંતીના પવિત્ર દિવસે સવારે મંગળા આરતી ત્યારબાદ શણગાર આરતી તેમજ 11:00 કલાકે હનુમાનજી મંદિર ખાતેના પટાંગણમાં હનુમાનજી દાદાની જન્મ જયંતી નિમિત્તે કેક કાપી હનુમાનજી દાદાને હેપી બર્થ ડે વિશ કરવામાં આવશે. તેમજ મારુતિ યજ્ઞ કે જેમાં 500થી વધુ પાટલા સાથે હનુમાનજી દાદાની પૂજા કરવામાં આવશે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા અલગ અલગ કાર્યક્રમો અંતર્ગતમાં ભક્તોને કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઇ શરબત, છાશના અલગ અલગ જગ્યા ઉપર કાઉન્ટરો ઊભા કરવામાં આવેલા છે. તો આવનાર તમામ ભક્તોને ભોજન પ્રસાદ મળી રહે તે પ્રમાણે મંદિર પ્રશાસન દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવેલ છે. તેમજ અલગ અલગ જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેને લઇ મંદિર વિભાગ દ્વારા આવનાર તમામ હરિભક્તોને વધુને વધુ સગવડતાઓ મળે તે હેતુ સાથે તમામ સુવિધાઓ અને સગવડતા મળી રહે તે માટેના તમામ પ્રયત્નો અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post