આણંદના ચીના હત્યા કેસના આરોપીએ 'તુ મારો હિસાબ નહીં કરે તો કબર ભેગો કરી દઇશ' કહી વેપારીને ધમકી આપી | Accused in Anand's China murder case threatens businessman saying 'If you don't account to me, I will collect your grave' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Accused In Anand’s China Murder Case Threatens Businessman Saying “If You Don’t Account To Me, I Will Collect Your Grave”

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

આણંદની સામરખા ચોકડી પાસે આવેલા આનંદ મેરેજ હોલના માલિકને ચીના હત્યા કેસના આરોપીએ હિસાબ બાબતે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદ શહેરની સામરખા ચોકડી પાસે આનંદ મેરેજ હોલ આવેલો છે. જેના માલિક ઇલ્યાસ રહેમાનભાઈ વ્હોરા 1લી એપ્રિલના રોજ રાત્રિના હોલ પર જ હતાં. તે સમયે કારમાં મહેબુબ ઉર્ફે ઘડીયાળી અબ્દલકરીમ ઘાંચી (રહે.ઇબ્રાહીમ પાર્ક સોસાયટી, આણંદ), સલીમ બાબુભાઈ કુરેશી (રહે.કોહીનુર સોસાયટી, આણંદ) આવ્યા હતા અને અપશબ્દ બોલવા લાગ્યાં હતાં. તેઓ કહેવા લાગ્યા હતા કે, હાલમાં મારે રૂપિયાની જરૂર છે. તું મારો જુનો હિસાબ કર અને મીટીંગ કર મને તાત્કાલીક રૂપિયા આપ. જેથી ઇલ્યાસભાઈએ શાના રૂપિયા મારે આપવાના છે ? તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને તને જેટલું કહું તેટલું જ તારે સાંભળવાનું છે. આથી, ઉશ્કેરાયેલા સલીમ કુરેશીએ તુરંત ઇલ્યાસભાઈને પકડી રાખ્યાં હતા અને મહેબુબ ઘાંચીએ લાફા મારી દીધાં હતાં. આ સમયે ઇમ્તીયાઝ સદરૂમીયા મલેક પણ ધસી આવ્યો હતો અને તેણે પણ અપશબ્દ કહ્યાં હતાં. જોકે, ઇલ્યાસભાઈનો પુત્ર અસફાક, ભત્રીજો ઇમરાન તથા બીજા માણસો આવી જતા તેઓએ મામલો થાળે પાડ્યો હતો. આમ છતાં આ શખસોએ હિસાબ તૈયાર રાખશે. આજે જવા દઉં છું. હું એક બે દિવસમાં ફરી હિસાબના રૂપિયા લેવા માટે આવીશ. જો તું હિસાબના રૂપિયા નહીં આપે તો તને મારી નાખી સીધો કબર ભેગો કરી દઇશ. હું જેલમાં જ છું. એટલે મને કોઇ વાતની બીક નથી. તેવી ધમકી આપી હતી. આ અંગે ઇલ્યાસ વ્હોરાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post