Monday, April 17, 2023

ડાંગના મોરઝીરા ખાતે 5 વર્ષથી 66 kv માટે જગ્યા ફાળવાય; પરંતુ હજુ સુધી કામ ચાલુ ન થતાં લોકોને મુશ્કેલી | Allocation of space for 66 kv for 5 years at Morzira, Dang; But as the work has not yet started, people are facing difficulties | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Allocation Of Space For 66 Kv For 5 Years At Morzira, Dang; But As The Work Has Not Yet Started, People Are Facing Difficulties

ડાંગ (આહવા)9 કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા મોરઝીરા ગામે વીજ કંપનીએ 66 કેવી સબ સ્ટેશન માટે છેલ્લા 5 વર્ષથી જગ્યા ફાળવાય છે. છતાં કામ ચાલુ ન કરતા આ વિસ્તારના 40 જેટલા ગામોને લો વોલ્ટેજ અને વીજ ધાંધીયાની મુશ્કેલી વેઠવી પડી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી આપવાની ઘોષણા કરવામાં આવે છે. પરંતુ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તાર એવા મોરઝીરા ગામે 5 વર્ષ પહેલાં વીજ કંપની દ્વારા 66 કેવી વીજ સબ સ્ટેશન બનાવવા જમીન ફાળવાયા બાદ પણ તેમાં ટાવરો લગાવવા વન વિભાગની મંજૂરી ન મળતા આ વિસ્તારના 40 ગામોને લો વોલ્ટેજ અને વીજ ધાંધીયાનો ભોગ બનવું પડે છે. હાલ ડાંગ જિલ્લામાં 66 કેવીની સુવિધાઓ વઘઇ, સાપુતારા, આહવા, સુબિર અને કાલીબેલને આવરી લેવાઈ છે. જ્યારે મોરઝીરા 66 કેવી સબ સ્ટેશન ફાળવાયા બાદ કોઈ કામગીરી કરાઈ નથી. જેના કારણે આ વિસ્તારના ગામોમાં ઘર ઘર નળ કનેક્શન માટે અનિયમિત વીજ સેવા મળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

પૂર્વપટ્ટી વિસ્તારના મોરઝીરા ખાતે 66 કેવી સબ સ્ટેશન ચાલુ ન કરતા આ વિસ્તારના જાગૃત આગેવાન હિરામણ સાબળે એ જણાવ્યું હતું કે, ચીંચલી, મહારદર, બેહદન સહિત 40 જેટલા ગામોને રોજબરોજ વીજ પુરવઠો ખોરવાય જતો હોય અથવા લો વોલ્ટેજના કારણે પાણીની મોટર ચાલતી નથી. તેમજ કોઈપણ કામો થતા નથી. તંત્ર દ્વારા મોરઝીરા 66 કેવી સબ સ્ટેશનને વહેલી તકે મંજૂરી મળવી જોઈએ.

આ બાબતે આહવા વીજ સબ ડિવિઝનના ઈજનેર વિજય પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મોરઝીરા વિસ્તારમાં વીજ લાઇન આહવા ફીડરમાંથી આપવામાં આવ્યું છે. જે પૂરતો ન હોવાથી આ વિસ્તારોમાંથી લો વોલ્ટેજની ઘણી ફરિયાદો આવે છે. વીજ કંપનીએ મોરઝીરા 66 કેવી સબ સ્ટેશન સ્થાપવા જમીન ફાળવાઈ છે, પરંતુ ટાવરો લાવવા વન વિભાગે મંજૂરી ન આપતા કામગીરી ખોરવાઈ છે. વીજ કંપનીએ વિકલ્પ તરીકે અન્ય નકટિયાહનવતનું બીલબારી નજીક 66 કેવી સબ સ્ટેશન બનાવવાની માગ કરી છે. જે મંજૂર થશે તો આ વિસ્તારના 40 ગામોમાં પડતી મુશ્કેલી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.