પાટણ8 કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બોરકુવા પરથી કેબલની ચોરી કરનાર ઈસમને હારીજ પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં બોર તથા કેનાલ ઉપર મોટર-કેબલ ચોરીના ગુનાઓ અટકાવવા સારું અગાઉ કેબલ ચોરીઓમાં પકડાયેલ આરોપીઓની તપાસ કરી પૂછપરછ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામાં આવી હતી જેને લઈ હારીજ પોલીસના માણસો હારીજ પો.સ્ટે વિસ્તારમાં રહેતા અગાઉ બોરના કેબલ ચોરીમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવાની કામગીરીમા હતા. તે દરમ્યાન શ્રવણજી જલાજી ઠાકોર રહે કાઠી તા હારીજવાળાને ચેક કરતા ઇસમના કબજા ભોગવટામાંથી ઓપન સબ મર્સીબલ પંપમા લગાવવાનો આશરે 80 મીટરનો કેબલ જે એક મીટરના અંદાજે રૂ 110/- ના ભાવે કુલ 80/- મીટરનો જેની કિ રૂ 8800/-નો મળી આવેલ હતો.
કેબલના બીલ અંગેના પુરાવા આ ઇસમ પાસે માંગતા કેબલ અંગે કોઇ પુરાવા રજુ કરી શક્યો નહી અને આ કેબલ ક્યાથી લાવેલ છો તે બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો નથી. ગલ્લા તલ્લા કરતો હોઇ જેથી ઓપન સબ મર્સીબલ પંપમા લગાવવાનો કેબલ વાયર કિ રૂ 8800/-ની ગણી સી.આર.પી.સી કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે આ ઇસમને સી.આર.પી.સી કલમ 41(1) ડી મુજબ અટક કરી વધુ પુછપરછ કરતા આરોપી કેબલ તેણે 5 વર્ષ અગાઉ ખાખલ ગામ નજીક નદીમા બનાવેલ પાણી ખેંચવાના હોલીયા ઉપરથી રાત્રીના સમયે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.