Thursday, April 20, 2023

જામનગરની ખાનગી શાળામાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર મનીષ બુચ વડોદરાથી ઝડપાયો, કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા | Manish Buch, who raped a female student in a private school in Jamnagar, was arrested from Vadodara, court granted 6-day remand | Times Of Ahmedabad

જામનગર8 કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરની એક ખાનગી શાળાના પૂર્વ પ્રિન્સિપાલે શાળામાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે લંપટ આચાર્યને વડોદરાથી ઝડપી પાડ્યો છે. આચાર્યને આજે જામનગર કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરાતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જામનગરની એક ખાનગી શાળામાં ચાર વર્ષ પહેલા આચાર્ય તરીકે નોકરી કરતા મનીષ બુચ નામના આચાર્યએ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી એક 15 વર્ષીય વિદ્યાર્થિની પર અવારનાવર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તાજેતરમાં જામનગરની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આચાર્ય મનીષ બુચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસે મનીષ બુચ સામે ગુનો નોંધ્યા બાદ શોધખોળ હાથ ધરી હતી. જેનું લોકેશન વડોદરામાં મળી આવતા જામનગર અને વડોદરા પોલીસે મળી વડોદરામાંથી મનીષ બુચને ઝડપી પાડ્યો હતો અને પોલીસ જામનગર લાવી હતી. મનીષ બુચને આજે 14 દિવસના રિમાન્ડની માગ સાથે જામનગર કોર્ટમાં રજૂ કરતા જામનગર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…