કિર્તીદાને 'યે દોસ્તી હમ નહીં તોડેગેં' ગીત ગાતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મિત્રો ઉપર 500ની નોટોના બંડલ ઉડાડ્યા | As Kirtida sang 'Yeh Dosti Hum Nahi Todegen', the former Congress MLA threw bundles of Rs 500 notes at friends. | Times Of Ahmedabad

ઉના13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે યોજાયેલા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુનામેન્ટના પ્રસંગે મેગા મ્યુઝીક ઇવેન્ટ કાર્યક્રમમાં નામાંકીત કલાકાર કિર્તીદાન ગઢવી સહીત કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થયો હતો. જેમાં કિર્તીદાન ગઠવીએ ‘યે દોસ્તી હમ નહીં તોડેગેં’ ગીત ગાતાં જ સ્ટેજ પર મિત્રોઓએ એકબીજા પર નોટોના બંડલને બંડલ ઉડાવ્યા હતા. જેમાં કોંગ્રેસના પૂર્વ ઘારાસભ્ય પ્રતાપ દૂધાતે તેમના મિત્ર અને નગરપાલીકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકી ઉપર 500ની ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો.

કોડીનારમાં સ્વ.મિત શિવાભાઈ સોલંકીના સ્મરણાર્થે નગરપાલિકા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓપન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મેગા મ્યુઝીક ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકિય નેતાઓ, આગેવાનો, ક્રિકેટરો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પધાર્યા હતા અને મેગા મ્યુઝીક ઇવેન્ટનું લ્હાવો લીધો હતો.

આ કાર્યક્રમમાં શિવ સોલંકી, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત સહિતના રાજકીય, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કિર્તીદાન ગઢવી અને ઉમેશ બારોટ સહીતના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવી હતી. મેગા મ્યુઝીક ઇવેન્ટમાં કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ વરસ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શિવા સોલંકી અને પ્રતાપ દૂઘાત પર કલાકારોએ પણ નોટોનો વરસાદ વરસાવ્યો હતો. આ ક્રિકેટ ટુનામેન્ટના પ્રસંગમાં કિર્તીદાન ગઢવીના ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم