ગુજરાતનાં આર્થિક રીતે પછાત વર્ગના લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય, ઓનલાઈન અરજી માટે ઈ-કુટિર પોર્ટલ ખુલ્લુ મુકાયુ | E-Kutir portal opened for online application for financial assistance under Manav Kalyan Yojana to the economically backward classes of Gujarat | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • E Kutir Portal Opened For Online Application For Financial Assistance Under Manav Kalyan Yojana To The Economically Backward Classes Of Gujarat

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યના છેવાડાના નાગરીકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વધુ એક મક્કમ પગલું ભરી યોજનાકીય લાભો ઓનલાઇન આપવા ઇ-કુટિર પોર્ટલ શરૂ કર્યુ છે.

ગુજરાત રાજ્યનાં આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા માટે આજે ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે તેમજ ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. રાજ્યનાં અરજદારો આજથી એટલે કે તા. 3 એપ્રિલથી આગામી બે મહિના સુધી આ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.

100% સિદ્ધી પ્રાપ્ત કરનારી યોજના ‘માનવ કલ્યાણ યોજના’
દેશના છેવાડાના માનવીની આવક વધારી તેમને સ્વરોજગારી આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. આ હેતુથી રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં સૌથી મહત્વની અને 100% સિદ્ધી પ્રાપ્ત કરનારી યોજના ‘માનવ કલ્યાણ યોજના’ છે. આ યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. www.e-kutir.gujarat.gov.in વેબસાઈટ પરથી રાજ્યના અરજદારો આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે.

વિનામુલ્યે મળશે સાધન/ઓજારની ટૂલકીટ
છેવાડાનાં નાગરીકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટેની આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને જિલ્લા કક્ષાએ હેલ્પડેસ્ક શરૂ કરવા સુચન કર્યુ હતું. આ યોજના અંતર્ગત ઓનલાઈન પોર્ટલને પરિણામે ગત વર્ષે ઓફલાઈનની સરખામણીમાં બમણી એટલે કે 1,89,000થી વધુ અરજીઓ અરજીઓ આ વિભાગને મળી હતી. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામુલ્યે સાધન/ઓજાર (ટૂલકીટ) આપવામાં આવે છે. જેના પરિણામે અરજીઓની પસંદગી માટે ડ્રોની પ્રક્રિયા પારદર્શી અને ખુબ જ સરળ બની છે.

આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગનાં સચિવ પ્રવીણ કે. સોલંકી, સંયુક્ત નિયામક કે.એસ.ટેલર, પ્રોજેક્ટ મેનેજર પી.ટી.પરમાર, આઈપીઓ એન.એમ.ચાવડા તથા જી.આઇ.પી.એલનાં મેનેજર જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم