પાટણ જિલ્લામાં આજે નવા 7 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 22 પર પહોંચ્યો | 7 new cases were reported in Patan district today, the number of active cases reached 22 | Times Of Ahmedabad

પાટણ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાટણમાં 5, ચાણસ્મા 1,સાંતલપુર 1 પોઝિટિવ કેસ આવ્યો

પાટણ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે અને દિવસે દિવસે કોરોનના કેસમાં વધારો થયો છે.ત્યારે ગુરુવારે કોરોનાના 7 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 5 અને સિદ્ધપુર 1 અને સાંતલપુર 1 એમ કુલ 7 કોરોન કેસ નોંધાયો છે જિલ્લામાં કુલ 22 એક્ટિવ કેસ છે..

પાટણ જિલ્લામાં કોરોનના કેસ વધી રહ્યા છે ત્યારે પાટણ શહેરના ટાંકવાડામાં 61 વર્ષના પુરુષ,પદ્મનાથ ચોકડી 50 વર્ષ મહિલા,ધારપુર 19વર્ષ યુવાન,સંડેરમાં 35 વર્ષની અને 81વર્ષની મહિલા અને સાંતલપુરના ઝેકડા ગામે 28 વર્ષની મહિલા સિદ્ધપરમાં 18 વર્ષની યુવતીને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો ગુરુવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 557 અને એન્ટીજન 243 મળી કુલ 800 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 2પુરુષ અને 6 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 22 કેસ એક્ટિવ છે. જિલ્લામાં અત્યાર સુધી 43 કેસ નોંધાયા છે. જયારે 5 લોકો સાજા થયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم