ગુજરાત હાઈકોર્ટમાં સ્પોર્ટ્સ અને રિક્રિએશન રૂમની સુવિધા, એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈએ ઉદ્ઘાટન કર્યું | Sports and Recreation Room facility at Gujarat High Court inaugurated by Acting Chief Justice AJ Desai | Times Of Ahmedabad

અમદાવાદ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સામાન્ય રીતે જ્યારે વકીલો કોર્ટમાં કોઈ કેસ લડતા હોય છે ત્યારે તેઓને શારીરિક અને માનસિક બંને થાક લાગતા હોય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ એસોસિએશન દ્વારા આ સમસ્યાની ગંભીરતાને સમજીને સ્પોર્ટ્સ રૂમ અને રિક્રિએશન રૂમ બનાવવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન આજે હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

એક્ટિંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ

એક્ટિંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ

વકીલાત સાથે હળવાશનો અનુભવ
સુપ્રીમકોર્ટમાં એક અઠવાડિયા અગાઉ જ આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ખાસ કરીને રિક્રિએશન રૂમમાં 08 જેટલા કમ્પ્યુટર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં લોનાં આધુનિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કોમ્પ્યુટર્સ વકીલાતની પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

વકીલોને આ પ્રકારની સુવિધા પૂરી પાડનાર દેશની પ્રથમ હાઇકોર્ટ
આ સિવાય સ્પોર્ટ્સ રૂમમાં કેરમ, ટેબલટેનિસ, ચેસ, સ્નુકર જેવી રમતોના સાધન ઉપલબ્ધ છે. જેથી કરીને વકીલો પોતાના વ્યવસાય દરમિયાન થોડી હળવાશ અનુભવી શકે. વકીલાત કરતી સમયે હળવાશની અને માનસિક તણાવ દૂર કરવા માટે રમત રૂમમાં બનાવવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ વકીલોને આ પ્રકારની સુવિધા પૂરી પાડનાર દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم