7 એપ્રિલથી 30 જૂન સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન | Summer special train will run between Rajkot and Porbandar from April 7 to June 30 | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 07 એપ્રિલ, 2023 થી 30 જૂન, 2023 સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે વિશેષ ભાડા પર (સપ્તાહમાં 6 દિવસ મંગળવાર સિવાય) સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું.

ટ્રેનનું સમયપત્રક
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રેન નંબર 09595 રાજકોટ – પોરબંદર સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) રાજકોટથી દરરોજ 15.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.15 કલાકે પોરબંદર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09596 પોરબંદર – રાજકોટ સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) પોરબંદરથી દરરોજ 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.40 કલાકે રાજકોટ પહોંચશે.

આ સ્ટેશને ઉભી રહેશે
આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, બાલવા, જામ જોધપુર, વાંસજાળીયા અને રાણાવાવ સ્ટેશને ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم