પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રથમ વખત એક સાથે વિવિધ ગુનાના 10 આરોપીઓને પાસા તળે જેલ હવાલે કરાયા | For the first time, 10 accused of various crimes have been handed over to Pasha Tal jail for the first time by the West Kutch Police | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • For The First Time, 10 Accused Of Various Crimes Have Been Handed Over To Pasha Tal Jail For The First Time By The West Kutch Police

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

કચ્છ જિલ્લાના પશ્ચિમ વિભાગમાં વિવિધ ગુન્હાહિત પ્રવૃતિઓ હેઠળ આરોપી તરીકે રહેલા અસામાજિક તત્વો વિરુદ્ધ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે કાયદાનો કોરડો વીંઝી ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 10 આરોપીઓને પાસા તળે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

આ અંગે પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ
હાલમાં શરીર સબંધી ગુનાઓ આચરવા સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ચલાવતા તથા જાહેર પ્રજાની શાંતીમાં ખલેલ પહોચાડી ભય જનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા ઈસમોની જાહેર પ્રજાની શાંતી માટે અસામાજીક પ્રવૃતિ અટકાવવા સબબ અટકાયતી પગલાં લેવા માટે પોલીસ મહા નિર્દેશક જે આર મોથળીયા અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ દ્વારા અપાયેલી સુચનાની અમલવારી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારીએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂ, મારામારી જેવા વિવિધ ગેરકાયદે પ્રવુતિ કરતા તથા અનેક ગુનામાં આરોપી રહેલા ઈસમો સામે પાસાના કાયદા તળે કાર્યવાહી કરી અટક કરી લેવાય બાદ રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રજા માટે ભય જનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા તેમજ ગેરકાયદેસર, અસામાજિક પ્રવૃત્તિ અન્યવે અટક કરાયેલા ઇસમોમાં (1) ઇકબાલ ઉર્ફે એક્કો જાકબ ત્રાયા ઉવ.23 રહે.આશાપુરા મીલ માટીની બાજુમાં ભુજીયા તળેટી રીંગરોડ, રામનગરી ભુજ. (2) જીવરાજ રાણશી ગઢવી, ઉવ.23 રહે.મોટા ભાડીયા, તા.માંડવી. (3) કાનજી રાણશી ગઢવી, ઉવ.29 રહે.મોટા ભાડીયા, તા.માંડવી. (4)રાણશી જેઠાભાઇ ગઢવી, ઉવ.60 રહે.મોટા ભાડીયા, તા.માંડવી. (5) હનીફ ઉર્ફે હનીયો સુલેમાન કકલ ઉવ.30. રહે.રામનગરી જુના રેલ્વે સ્ટેશન, ખોડીયાર માતાના મંદિર પાસે, ભુજ. (6) હનીફ ઉર્ફે અકલો સાધક સમા ઉવ.24 રહે. શાંતીનગર, સમાવાસ ભુજ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરી અસામાજિક પ્રવ્રુત્તી ફેલાવતા ઇસમોમાં (7)શામભા પશુભા જાડેજા, ઉવ.41, રહે.પ્લોટ નં.29, વોર્ડ નં.3, શાંતિધામ-3, ગામ- વરસામેડી, તા.અંજાર, મુળ રહે.ગામ-શીવલખા, તા.ભચાઉ. (8)શક્તિસિંહ ઉદેસિંહ સમા ઉવ.22 રે. ભુજ. (9) વિક્રમ ઉર્ફે વિકાસ સામજી ચાવડા (આહીર) રે. પધ્ધર તા. ભુજ અને (10) સામજી જેશગ ચાવડા રે. પધ્ધર તા. ભુજને અટકમાં લઈ પાસ તળે રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરવામાં આવશે. આમ પોલીસની સખ્ત કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم