અમરેલીએક કલાક પહેલા
- કૉપી લિંક
2022 વિધાન સભા ચૂંટણી બાદ અમરેલી જિલ્લામા દબાણકારોના દબાણ દૂર કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સૌથી પહેલા સાવરકુંડલા શહેરમાં તંત્ર અને નગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન કરી સમગ્ર શહેરના મુખ્ય માર્ગો ઉપર મેગા ડીમોલેશન હાથ ધરી શહેર ચોખ્ખું કરવામાં આવ્યુ હતી. હવે આવતીકાલે ધારી શહેરમા મેગા ડીમોલેશન કરવામાં આવશે. ડીમોલીશનની પૂર્વ સંધ્યાએ પોલીસની ફ્લેગ માર્ગ યોજી હતી.

આજે ધારી શહેરમાં યોજાયેલી ફ્લેગ માર્ચમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ધારી શહેરમાં આવતીકાલે સવારથી મેગા ડીમોલીશન હાથ ધરાશે. અંદાજે 700 જેટલા દબાણો દૂર કરવામાં આવશે,.આવતીકાલે 2 ડી.વાય.એસ.પી, 3 પી.આઈ, 21 પી.એસ.આઈ. 400 હથિયારધારી પોલીસનો કાફલો જોડાશે, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડશે ઉપરાંત ડીમોલેશનની કામગીરીમાં 8 જેસીબી 10 ટ્રેક્ટર અને 50 જેટલા મજૂરો જોડાશે ધારીના મુખ્ય માર્ગો સહિત વિસ્તારમાં દબાણ હટાવવા માટેની ઝૂંબેશ શરૂ થશે,
આવતા દિવસોમાં અન્ય વિસ્તારમાં ડીમોલેશન કરવામા આવી શકે છે
આવતા દિવસોમાં રાજુલા શહેર સહિત અન્ય વિસ્તારમાં પણ મેગા ડીમોલેશન કરવામાં આવી શકે છે. દબાણ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વધુ સક્રિય થયા છે જેના કારણે ડીમોલેશનની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.