ગુજરાતમાં લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસ્યા હોવાનો આક્ષેપ, ડમી ઉમેદવારોએ 8થી 12 લાખ લીધાનો દાવો | Allegation of Dummy Candidates Appearing in Competitive Exams Conducted in Gujarat, Dummy Candidates Claim 8 to 12 Lakhs | Times Of Ahmedabad

ગાંધીનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભૂતકાળમાં સરકારી ભરતી પરીક્ષાઓના પેપલલીકનો મામલો ઉજાગર કરી ચૂકેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક ધડાકો કર્યો છે. વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતમાં લેવાયેલી અલગ અલગ ત્રણ વિભાગોની સ્પર્ધાત્ક પરીક્ષાઓમાં ચાર જેટલા ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી અન્ય ઉમેદવારને પાસ કરાવ્યા હોવાનો અને આ ચાર લોકો હાલ નોકરી પણ કરતા હોવાનો દાવો કર્યો છે. અન્યના નામે ડમી તરીકે પરીક્ષા આપવા બદલ ડમી ઉમેદવાર 8 થી 12 લાખ રૂપિયા લીધા હોવાનો દાવો કરાયો છે. યુવરાજસિંહે કહ્યું કે, આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો ડમી ઉમેદવારોનો આંકડો વધી શકે છે.

યુવરાજસિંહે ડમી ઉમેદવારોના નામ સાથે આક્ષેપ કર્યો
ડમી ઉમેદવારોના કથિત કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આનવી હતી. જેમાં કયા ઉમેદવાર વતી કયા ડમી ઉમેદવારે પરીક્ષા આપી તે અંગેની વિગતો જાહેર કરી હતી જે નીચે મુજબ છે.

1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22) 2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22) 3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) 4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)

‘હવે તો હદ થઈ, પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી’
યુવરાજસિંહ કહ્યું હતું કે, બોર્ડની પરીક્ષાથી લઈ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો કોઈને કોઈ ગેરરીતિ આચરી પાસ થઈ જાય છે અને નોકરી પણ મેળવી છે. પણ હવે તો હદ એ છે કે, પરીક્ષા આપનાર ઉમેદવાર જ નકલી છે. સાથે દાવો કર્યો હતો કે, આ મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ડમી ઉમેદવારોનો આંકડો મોટો બહાર આવી શકે તેમ છે.

‘ફોર્મ ભરતી સમયે જ બોગસ ફોટોનો ઉપયોગ કરવામાં આવે છે’
યુવરાજસિંહે કહ્યું હતું કે, આ કૌભાંડ કરવા માટે સૌ પ્રથમ ફોટો મર્જ કરીને બનાવવામાં આવે છે. ઓજસમાં જ્યારે ફોર્મ ભરવામાં આવે ત્યારે આજ ફોટોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જે ઉમેદવાર ડમી તરીકે બેસવાનો હોય તે પોતાનું આધારકાર્ડ ખોટું બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે.

યુવરાજસિંહે કહ્યું- આ રીતે ડમી ઉમેદવારોનું ક્રોસ ચેક કરી શકાય
1. જે તે ડમી કે પાસ ઉમેદવારના કેન્દ્રના CCTV ચેક કરી શકે છે.
2. સાચા ઉમેદવારોના ફોટા અને પરીક્ષા સમયે આપનાર ઉમેદવાર સાથે ક્રોસ ચેક કરી શકે છે.
3. ઉમેદવારની SIGNATURE (હસ્તાક્ષર)ને ક્રોસ ચેક કરી પારખી શકે છે.
4. પરીક્ષા દરમિયાન લેવામાં આવતા ફિંગર પ્રિન્ટને પણ ક્રોસ ચેક કરીને પુષ્ટિ કરી શકે છે.
5. કોલલેટરનો અડધો ભાગ જે તે ભરતી બોર્ડ દ્વારા જમાં કરવામાં આવે છે તેની સાથે રહેલ માહિતીને પણ ક્રોસ ચેક કરી શકાય છે. જે ભરતી બોર્ડ જોડે જ જમાં હોઈ છે.

સુપરવાઈઝર(નિરીક્ષક) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનાર તપાસ અધિકારીની બેદરકારી / લાપરવાહી કે મીલીભગતથી જ આ શકય બને. એટલે જે તે ભરતી બોર્ડના તપાસ અધિકારી ઉપર પણ તપાસ થવી ખૂબ જરૂરી છે.અમારો ઉદ્દેશ, માંગણી અને સ્પષ્ટતા ખાસ કરીને આ પ્રકારનું કૌભાંડ ચલાવનાર મુખ્યત્વે શિક્ષણ જગત સાથે સંકળાયેલ અને સીધી કે આડકતરી રીતે ખાનગી સ્કૂલ કે કોલેજો સાથે ઘરોબો ધરાવે છે. આમના જે એજન્ટો છે તે કોઈને કોઈ પ્રાઇવેટ કોચિંગ સંસ્થા સાથે પણ જોડાયેલ જોવા મળે છે. ભાવનગર,સુરેન્દ્રનગર કે ગાંધીનગરમાં ચાલતી પ્રાઇવેટ સંસ્થા આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યમાં અગ્રેસર જોવા મળે છે. ફ્રોડ માર્કશીટના કૌભાંડોના માધ્યમથી પોસ્ટ ઓફિસોમાં ટપાલી જેવી નોકરીમાં ખોટી રીતે ઘૂસ મારવી (ધોરણ-10ની પરીક્ષામાં ઊંચી ટકાવારી દેખાડી નોકરી મેળવવી). જે વ્યક્તિ શારીરિક ખોડખાપણ ધરાવતો ન હોઈ તેવા વ્યક્તિઓના PHના સર્ટિ કાઢી નોકરીમાં લાભ પહોંચાડવાનું કૌભાંડ ચાલતું હોવાનું અને અગણિત લોકો આ રીતે ખોટા સર્ટિ રજૂ કરી વિદ્યાસહાયક, MPHW… જેવી નોકરી વર્તમાનમાં કામ કરી રહ્યા હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો.

‘2016 પછી તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે’
અમારી એવી માંગણી છે કે ઉપર આપેલ તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને એની સાથે સાથે તેમના એજન્ટોને પકડવામાં આવે અને તેની સાથે ખાસ કરીને 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારો ને ક્રોસ ચેક કરવામાં આવે.(ક્રોસ ચેક કરવા ખૂબ સરળ છે. ઉપર આપેલ પ્રક્રિયા થી ક્રોસ ચેક કરવામાં આવશે તો ચોક્ક્સ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post