રાજુલાના વિસળિયાના ગ્રામજનોએ સર્વિસ રોડ અને પુલ બનાવવા અંગે પ્રાંત અધિકારી કચેરીમાં લેખિત રજૂઆત કરી | Villagers of Rajula's Visalia submitted a written representation to the provincial officer's office regarding the construction of service roads and bridges | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Villagers Of Rajula’s Visalia Submitted A Written Representation To The Provincial Officer’s Office Regarding The Construction Of Service Roads And Bridges

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિસ્તારમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે. વિસળિયા ગ્રામજનો દ્વારા રોડ સાઈડ સર્વિસ રોડ અને નાનકડો નાળુ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ નેશનલ ઓથોરિટી દ્વારા રજૂઆતો નહિ સાંભળતા આજે વિસળિયા ગ્રામજનો અને આગેવાનો રાજુલા પ્રાંત અધિકારી કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગામ લોકોને જવાનો મુખ્ય માર્ગ હોવાને કારણે વધુ મુશ્કેલી સર્જાય તેમ હોવાને કારણે આજે લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆતો કરી છે. રાજુલા તાલુકાના વિસળીયા ગામે નેશનલ હાઇવેની કામગીરી ચાલી રહી છે પરંતુ નેશનલ હાઈવે રોડના કારણે વિસળીયા ગામમાં આવવા જવાનો મેઈન રસ્તો બંધ થાય છે અને ફરજીયાાત નેશનલ હાઈવે રોડ ઉપરથી ચાલવુ પડે તેમ છે. તેમજ માલઢોર તથા ખેતીના ઓજારો સાથે આ નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થવુ પડશે પરીણામે ભારે ટ્રાફીકના કારણે વિસળીયા ગામના ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ પડે તેમ છે. તેમજ નાના નાના બાળકો તથા વિદ્યાર્થીઓને પસાર થવા માટે પણ અકસ્માત થવાની શકયતાઓ હોય જેથી રોડમાં વિસળીયા ગામમાં આવવા જવા માટે પુલ બનાવવામાં આવે તથા ગામમાં અવર જવાર કરવા માટે બન્ને સાઈડમાં સર્વિસરોડ (સાઈડ રોડ) બનાવવા તા.25/02/2023 ના રોજ સરકારી કચેરીઓમાં તથા જિલ્લા પંચાયત,અમરેલીના સદસ્ય ભાનુબેન વિક્રમભાઈ શિયાળને રજુઆતો કરી હતી, પરંતુ રજુઆતો ધ્યાને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ અંગે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો અને ગોળ ગોળ વાતો કરીને તથા ટેકનિકલ ભાષામાં વાતો કરીને રજુઆત ગ્રામજનોને પડતી મુશ્કેલી દુર કરવાની કોઈ તસ્દીજ લેવામા આવી નહિ કારણ કે ઝડપી વાહન વ્યવહારના કારણે રસ્તાના અભાવે અકસ્માતો થવાની શકયતાનો પણ છે.

વિસળિયા ગ્રામજનો દ્વારા ગઈકાલે આ મુદ્દે હાઇવે ઉપર આવી કામ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે પોલીસ પણ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આજે રાજુલા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. સમગ્ર મામલે આવતા દિવસોમાં રાજુલા પ્રાંત અધિકારીની ટીમ સ્થળ મુલાકાત કરી વિજીટ કરી તપાસ કરવાની આજે ખાત્રી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post