ભરૂચ અને નર્મદાનું એસ.ટી. તંત્ર જુનિયર કલાર્કની પરીક્ષા માટે એલર્ટ, 8મીથી જ દોડવાશે બસો | ST of Bharuch and Narmada. Alert for Tantra Junior Clerk Exam, buses will run from 8th | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં રવિવારે 37 કેન્દ્રો ઉપર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. પરિક્ષાર્થીઓને પરીક્ષા આપવા પરિવહન માટે ભરૂચ જિલ્લા એસ.ટી. વિભાગ 8 એપ્રિલથી જ એક્શનમાં આવી જશે.તમામ ડેપો અને પોઇન્ટ ઉપર સ્ટાફ મૂકી દેવાયો છે. આઠ એપ્રિલથી જ પરિક્ષાર્થીઓના પરિવહન માટે બસો દોડતી થઈ જશે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયો છે.ભરૂચ જિલ્લામાંથી સુરત, નવસારી અને વલસાડ 12 હજારથી વધુ પરિક્ષાર્થીઓ, જ્યારે નર્મદા જિલ્લામાંથી પંચમહાલ, સુરત, છોટાઉદેપુર, નવસારી 9 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા જશે.એવી જ રીતે દાહોદ, તાપી અને છોટાઉદેપુરથી નર્મદામાં 8500 અને સુરત, નવસારી, વલસાડ, તાપી તેમજ છોટા ઉદેપુરથી 11,500 ઉમેદવાર ભરૂચ જિલ્લામાં પરીક્ષા આપનાર છે.એડવાન્સ બુકીંગ પણ શરૂ કરી દેવાયું છે. સાથે જ 60 બસો સ્ટેન્ડ બાય રહેશે. અને બન્ને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم