બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 3 કેસ નોંધાયા, એક્ટિવે કેસનો આંક 34 પર પહોંચ્યો | 3 new cases were reported in Banaskantha district today, the number of active cases reached 34 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 03 કેસ નોંધાયા છે. આજે 12 લોકોએ કોરોના ને માત આપી છે જેથી જિલ્લામાં કુલ 34 એક્ટિવ કેસ થયા છે.આજે RT-PCR 28 અને ANTIGEN – 1321 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે થરાદમાં 01, ડીસામાં 02 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 34 એક્ટિવ કેસ છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે 12 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. જિલ્લામાં આજે 1349 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 3 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم