Thursday, April 27, 2023

અંજાર કોર્ટે રૂ 9 હજારની લાંચ લેનાર જુનિયર ક્લાર્કને એક વર્ષની કેદ અને રૂ 1 લાખનો દંડ ફટકાર્યો | Anjar court sentences junior clerk to one year imprisonment and fine of Rs 1 lakh for taking bribe of Rs 9 thousand | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )2 કલાક પહેલા

  • કૉપી લિંક

અંજાર કોર્ટ દ્વારા રૂ. 9 હજારની લાંચ લેનાર અંજાર પાણી પુરવઠા બોર્ડના જુનિયર ક્લાર્ક શશીકાંત કરશનદાસ ઠકકરને આજે એક વર્ષની સાદી કેદ અને રૂ. એક લાખનો દંડ ફટરકારતી સજા સંભળાવી હતી. કોર્ટના આ ચુકાદાથી ભ્રષ્ટ સરકારી બાબુમાં ભય પ્રસરી જવા પામ્યો છે. વર્ષ 2003માં ભુજ લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા આરોપીને છટકું ગોઠવી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો મુજબ વર્ષ 2003માં ભુજ લાંચ રૂશ્વત બ્યુરોને પાણી પુરવઠા બોર્ડના ડિવિઝન 2 ખાતે ગટર વ્યવસ્થા બોર્ડના પંપ રીપેરીંગ સહિતની કામગીરી કરી હતી. જે માટે કામની કુલ રકમના બિલ પાસ કરાવવા બોર્ડના જુનિયર ક્લાર્ક દ્વારા રૂ. 9 હજારની લાંચ મંગવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. બ્યુરો દ્વારા છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારવા બદલ આરોપી શશીકાંત કરસનદાસ ઠકકરને રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતનો કેસ આજે અંજાર એસીબીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો તળે આરોપીને એક-એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ આપ્યો હતો . આ બન્ને સજા સાથે ભોગવવાનો ચુકાદો આપ્યો હતો ઉપરાંત રૂ. એક લાખનો દંડ ફટકારતી સજા સંભળાવી ભ્રષ્ટ સરકારી કર્મીઓ માટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.