Wednesday, April 26, 2023

પાટણ જિલ્લામાં 9474 નવા નામ ઉમેરાશે, 7158 યુવા મતદારોએ ફોર્મ ભર્યા, ઝુંબેશને સારો પ્રતિસાદ | 9474 new names to be added in Patan district, 7158 youth voters fill forms, good response to campaign | Times Of Ahmedabad

પાટણ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લામાં મતદાર યાદીમાં 9474 નવા નામ ઉમેરાયા છે. જેમાં 18 થી 19 વર્ષ ના યુવા માતદાર તરીકે 7158 ફોર્મ ભર્યા હતા. તો નામ, સરનામાના સુધારા માટે 5342 લોકોએ ફોર્મ ભર્યા છે. આ ઝુંબેશ અંતર્ગત 2200 નામ કમી કરવામાં માટે ફોર્મ ભર્યા હતા.

ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર પાટણમાં વહીવટી તંત્ર દ્વારા 5 થી 23 એપ્રિલ સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેર-જિલ્લામાં મતદાર યાદીમાં 9474 એ નામ ઉમેરવા માટે ફોર્મ-6 ભર્યું છે. જયારે 18 થી 19 વર્ષના 7159 યુવા માતદારો મતદાર યાદીમાં નામ નોંધવા માટે ફોર્મ 6 ભર્યું હતું.

નામ કમી કરાવવા માટે 2200 લોકોએ ફોર્મ-7 ભર્યા હતા તો નામ, સરનામામાં સુધારો કરવા માટે 5342 લોકોએ ફોર્મ-8 ભર્યું હતું. વહિવટી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સુધારા ઝુંબેશને શહેર-જિલ્લામાંથી ચાલુ વર્ષે સારા એવો પ્રતિસાદ મળ્યો હતો.

Related Posts: