અમરેલી4 કલાક પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ફરી તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે દિનપ્રતિદિન ઘરફોડ ચોરી સતત સામે આવી રહી છે. તસ્કરો પોલીસને ખુલો પડકાર ફેકતા હોય તેમ સતત ઘટનાઓ સામે આવી રહી છે. રાજુલા તાલુકાના કોટડી ગામે બી.પી.એલ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ નળીયા ઊંચકી ઘરમાં પ્રવેશ કરી 97 હજાર ઉપરાંતના મુદ્દમાલની ચોરીને અંજામ આપતા ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને જુદી જુદી દિશામાં તાપસ શરૂ કરવામાં આવી છે. રાજુલા પોલીસ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા પોલીસે શંકાસ્પદ લોકો ઉપર પણ તપાસ કરી રહી છે.
આ બનાવ ગત તારીખ 19 માર્ચથી 21 માર્ચના સમયગાળા દરમિયાન બની હતી.જેને લઈને રામજીભાઈ ભીમાભાઇ મકવાણાએ રાજુલા પોલીસમાં નોંધાવ્યું હતું કે,કોઈ અજાણ્યા ઈસમો તેમના ઘરના નળીયા ઊંચકી પ્રવેશ કરી અને કબાટના દરવાજા તોડી તેમાં રાખેલ સોનાની બુટી નંગ – 2 જેનું વજન આશરે 7 ગ્રામ 940 મિલીગ્રામ જેની કિંમત રૂ.46,849 તથા સોનાની સેલ કડી નંગ – 2 જેનું વજન આશરે 1 ગ્રામ 200 મિલીગ્રામ જેની કિંમત રૂ.6120 તથા સોનાની એક વીંટી જેનું આશરે વજન 3 ગ્રામ 170 મિલીગ્રામ જેની કિંમત રૂ.18,705 તથા ગળામાં પહેરવાનુ સોનાનું પેન્ડલ જેની કિંમત આશરે 11,000 તથા ચાંદીનું ઝાંઝર નંગ – 2 જેની કિંમત રૂ.9126 તથા ચાંદીના છડા નંગ – 2 જેની કિંમત રૂ.5400 મળી કુલ 97,197 ની મતાની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી નાસી છૂટ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે ચોરીની ઘટનામા પીએસઆઇ એ.એમ રાધનપરા તપાસ ચલાવી રહ્યા છે.
અગાવ અનેક વિસ્તારમાં ચોરીના બનાવો બની ચુક્યા છે
અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવમાં તસ્કરોને પકડી જેલ હવાલે કરે છે અને ફરી તસ્કરો સક્રિય થઈ રહ્યા છે. તાજેતરમાં પીપાવાવ વિસ્તારમાં કસ્ટમ વિભાગના ઇન્સ્પેકટરના રહેણાંક મકાનમાં રોકડ રકમ મુદ્દામાલ સાથે ચોરી થયાની ફરિયાદ નોંધાય હતી. અમરેલી પોલીસ દ્વારા મોટી ચોરી કરનારા ગેંગને પણ પકડી પાડે છે તેમ છતાં ચોરીના બનાવ પણ સતત વધી રહ્યા છે.