- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- Ghuntun Village Hides Liquor By Arranging Pipelines Under Trees In House Planks, Even Police Are Shocked To See This Alchemy Of Bootlegger.
મોરબી4 કલાક પહેલા
- કૉપી લિંક
મોરબીમાં બુટલેગરો જાણે બેફામ બન્યા હોય અને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તેમાં આજે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બુટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયાં કોઈએ વસ્તુ સંતાડી હશે. તાલુકાના ઘુંટુ ગામે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનની ચકાસણી કરતા એવી જગ્યાએ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી હાજર ન હોવાથી તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

પાણીની પાઈપલાઈનમાં દારૂનો અડ્ડો
જમીનમાંથી એક બાદ એક દારૂની 95 બોટલોનો ખજાનો નીકળ્યો
બનાવની મળતી વિગત મુજબ મોરબી LCB ટીમના સુરેશ હુંબલ, પુથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા, અને વિક્રમ ફુગસિયા પેટ્રોલીગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, ઘૂંટું ગામમાં રહેતા હરજી ધીરુભાઈ અદગામાંના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે દરોડો પાડ્યો હતો. ત્યાં ઘરમાં ચેક કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીએ ફળીયામાં જ્યાં વૃક્ષ વાવના હોય ત્યાં નીચે કેરબામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. પોલોસે દારૂની 95 બોટલ કબજે કરી હતી. તો આરોપી ઘરે હાજર નહિં મળી આવતા તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. તો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કેટલા સમયથી વેચાણ કરતા તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે દારૂનો જથ્થો છુંપવાનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મોરબી પોલીસે બે ચોરાઉ બાઈક સાથે રીઢા ગુનેગાર સહીત બેને ઝડપ્યા…
મોરબી પંથકમાં વધતા ચોરીના બનાવોને પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બે સ્થળેથી બે ઇસમોને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઈને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી સીટી એ ડીવીઝન ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરના બાઈકમાં નીકળેલા વિક્રમસિંહ જીવુભા ઝાલા (ઉ.વ.40) રહે પંચાસર વાળાને રોકી કાગળો માંગતા જવાબ આપી શક્યો ના હતો. જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું, જેથી પોલીસે ચોરીનું બાઈક કબજે લીધું હતું.

જ્યારે બીજા બનાવમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી ચોકડી પાસેથી બાઈક ચાલકને પકડી કાગળો માંગતા નહિં હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આરોપી છગન કરશન વાઘેલા (ઉ.વ.28) રહે રેલ્વે સ્ટેશન રોડ વાંકાનેર વાળાને ઝડપી લીધો હતો. જે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે. આરોપી વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં દારૂ, મારામારીના ગુના તેમજ મહુવા પોલીસમાં દારૂ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસમાં હત્યા સહિતના 7 ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.
