પાટણના મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહિત દાદાનું પૂજન અર્ચન સાથે આરતી ઉતારવામાં આવી | Aarti with Hanuman Chalisa, Sundarkand Path along with Dada's Pujan Archan was performed in temples of Patan. | Times Of Ahmedabad

પાટણ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના હનુમાનદાદા મંદિર પરિસર ખાતે ગુરુવારે હનુમાન જયંતિના પવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી. શહેરના પંચમુખી હનુમાનજી મંદિર, ખાતે છબીલા હનુમાન મંદિર, કલ્યાણ મારુતિ હનુમાનજી અને ભીડભંજન હનુમાન મંદિર માં દાદા દર્શન માટે સવાર થીજ ભક્તો ઉમટ્યા હતા,રંગીલા હનુમાન,બાલા હનુમાન, ગુણવત્તા હનુમાનજી, હનુમાન ,જલારામમંદિર હનુમાન,સિદ્ધનાથમંદિર સ્થિત હનુમાન સહિત અનેક હનુમાન મંદિર ખાતે દાદાને સુંદર આગી, તેમજ મારુતિયજ્ઞ યોજાયો હતો.

મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહિત દાદાનું પૂજન અર્ચન સાથે આરતી ઉતારી ધાર્મિક ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો. વહેલી સવાર થીજ મોટીસંખ્યા માં ભાવિકભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા મંદિરોમાં ભીડ જામી હતી.મંદિરના પૂજારી સહિત સેવક ગણ દ્વારા પ્રસાદની સુંદર વ્યસ્થા ગોઠવાઈ હતી. નગરજનોએ હર્ષોલ્લાસ સાથે હનુમાનજયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post