ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચ-દહેજ રેલવે લાઈન ઉપર દયાદરા રેલવે ફાટક ઉપર ગેટમેને ગેટ ખુલ્લો રાખવાની ઘટનામાં ગુડ્ઝ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેની ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.

જામનગરના વસઇ ખાતે રહેતો મહેબૂબ કાસમભાઈ થૈયમ રિયલ ટ્રાન્સપોર્ટમાં 4 મહિનાથી GJ 10 TX 7389 કન્ટેનર પર ડ્રાઈવર તરીકે કામ કરે છે. તે ગત 5 એપ્રિલે વાપીની રિવાઈવલ પેપર મિલમાંથી પેપર રોલ ભરી બપોરે રાજકોટ જવા નીકળ્યો હતો. નબીપુર આવતા કન્ટેનર ચાલકે દયાદરા થઈ જંબુસરથી રાજકોટનો શોર્ટકટ પકડ્યો હતો. રાજકોટ સ્વસ્તિક એન્ટરપ્રાઇઝમાં પેપર રોલ ખાલી કરવાના હોય કન્ટેનર ચાલક દયાદરા પોહચતા રેલવે ફાટક ખુલ્લી હતી.
કન્ટેનર ચાલકે ફાટક ક્રોસ કરવા જતાં જ દહેજ તરફથી ટ્રેન આવી હતી. એન્જીનની ટક્કરે કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. જેમાં ડ્રાઈવરને ઇજા થવા સાથે બોડી, કેબિન અને પેપર રોલને નુકસાન થયું હતું. આ અંગે કન્ટેનર ચાલકે ગેટમેનની બેદરકારીથી સર્જાયેલા અકસ્માત અંગે ભરૂચ તાલુકા મથકે ગુનો દાખલ નોંધાવ્યો છે.