મહેમદાવાદના ખેડા રોડ પર બાઈક પર આવેલી ત્રિપુટીએ ટ્રકને આંતરી લૂંટની ઘટનામાં બેની ધરપકડ, એક આરોપી ફરાર | Two arrested, one accused absconding in incident of robbery of truck by bike-borne trio on Kheda Road, Mehmedabad | Times Of Ahmedabad

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેમદાવાદના ખેડા રોડ પર આવેલ રેલવે ઓવરબ્રિજ પાસે ગત રાત્રિના સમયે બાઈક સવાર ત્રણ લૂંટારૂએ પસાર થતી ટ્રકને આંતરી છરીની અણીએ ટ્રક ચાલક પાસેથી રોકડા રૂપિયા 5 હજાર 200 તેમજ બે મોબાઈલ સહિત રૂપિયા 13 હજાર 200ના મત્તાના મુદ્દામાલની લૂંટ ચલાવતા મહેમદાવાદ પોલીસે આ લૂંટને અંજામ આપનાર ત્રણ પૈકી બે લોકોની ધરપકડ કરી દીધી છે.

મહેમદાવાદના ખેડા રોડ પરનો બનાવ
રાજસ્થાન ઉદયપુરના ગોપાલપુરા ગામના 48 વર્ષિય દેવીસિંહ ઓનારસિંહજી સારંગદેવત (રાજપુત) તેમજ તેમના કાકાનો દીકરો રાજેન્દ્ર સિંહ નારાયણસિંહજી સારંગદેવત (રાજપુત) ટ્રક પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે ટ્રક ચાલક બંને ભાઈ ગઈકાલે ટ્રકમાં દ્વારકા કુરંગા ખાતેથી સોડા ભરી પ્રિતમપુર મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા રાત્રિના આશરે દોઢેક વાગે ખેડા ચોકડી નજીક હોટલ ઉપર બંને ટ્રક ચાલક ચા પાણી કરી પંદરેક મીનીટ પછી ત્યાંથી ટ્રક હંકારી મહેમદાવાદ તરફ જવા નીકળ્યા હતા. ટ્રક ખેડા-મહેમદાવાદ રોડ ઉપરના રેલ્વે ઓવરબ્રીજ પસાર કરી ઉતરતા હતા.

પોલીસે બનાવ સ્થળેથી નજીકના અંતરેથી બે લોકોને કોર્ડન કરી પુછપરછ હાથ ધરી
એક બાઈક પર ધસી આવેલ આશરે 22થી 25 વર્ષની ઉંમરની લૂંટારૂ ત્રિપુટીએ ટ્રકને આતરી બાઈક ઉભુ રાખ્યું હતું તે સાથે ત્રણેય લૂંટારૂ હાથમા છરી લઈ બાઈક પરથી ઉતરી ટ્રકની કેબિનમાં ચઢી ગયા હતા. અને લૂંટારૂ ત્રિપુટીએ કેબિનમાં બેઠેલ બંને લોકો સાથે રકજક કરી તમારી પાસે જે કંઈ હોય તે આપી દો નહિતર તમને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન શરીરે ભુરા કલરની ટી-શર્ટ પહેરેલ લુટારૂ એ ટ્રક ચાલક દેવીસિંહને ડાબા હાથના કાંડા પર છરી જીકી લોહી લુહાણ કરી દીધા હતા. સાથે આ ટ્રક ચાલક પાસેથી રોકડા રૂપિયા 5 હજાર 200 તેમજ બે મોબાઈલ સહિત રૂપિયા 13 હજાર 200ની લૂંટ ચલાવવી પલાયન થયા હતા. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બનાવ સ્થળેથી નજીકના અંતરેથી બે લોકોને કોર્ડન કરી પુછપરછ હાથ ધરતાં આ લૂંટનો ગુનાનો ભેદ ખૂલ્યો હતો.

ફરાર આરોપીને શોધવા પોલીસ કામે લાગી
પોલીસની પુછપરછમાં આ પકડાયેલા બે આરોપીઓમાં નિકુલ મહેશભાઈ વાસફોડીયા (રહે.મહેમદાવાદ) અને રાકેશ સરાણીયા (રહે.કઠલાલ)નો સમાવેશ થાય છે. આ બંન્ને સામે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટારુ ટોળકી મોટરસાયકલ પર જાય અને આ રીતે ટ્રક ચાલકને શિકાર બનાવતા હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે

.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post