તારાપુરમાં નશાકારક દવા રાખનાર ખેડૂત સામે કાર્યવાહી,તારાપુર પોલીસે બે શખસો સામે ગુનો નોંધ્યો | Action against farmer who kept narcotic drugs in Tarapur, Tarapur police registered a case against two persons | Times Of Ahmedabad

આણંદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તારાપુર પોલીસે ત્રણેક દિવસ પહેલા ખેતરમાંથી નશાના ઉપયોગમાં લેવાય તેવી દવાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે ખેડૂત સહિત બે શખસ સામે ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી છે.

તારાપુર પોલીસને ત્રણેક દિવસ પહેલા બાતમી મળી હતી કે, તારાપુરના તાઢા હનુમાન સીમ વિસ્તારમાં કમલેશ અશોક પરમાર (રહે.દિક્ષીત ફળીયું, તારાપુર)ના ખેતરમાં નશાયુક્ત બોટલનું વેચાણ કરવા માટે લાવેલા છે. તેમના ખેતરમાં ઓરડી પાસે શેઢ નજીક ડાંગરના ગઠ્ઠા નીચે સંતાડી છે. આ બાતમી આધારે પોલીસે 13મીના રોજ દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી કમલેશ અશોક પરમાર મળી આવ્યો હતો. જેની અટક કરી ખેતરમાં તપાસ કરતાં ડાંગરના ગંઠા નીચેથી કફ શીરપની 490 બોટલ મળી આવી હતી.

મહત્વનુ છે કે આ અંગે એફએસએલ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સ્થળ પર બોલાવી મુદ્દામાલની પરીક્ષણ કરાવતા આ દવાની બોટલ એનડીપીએસમાં સમાવેશ થાય છે. જે નશાકારક હોય છે. આ અંગે કમલેશ પરમાર પાસે કોઇ પુરાવા મળ્યો નહતો. આથી, પોલીસે અટક કરી આગવી ઢબે પુછપરછ કરતાં તેને આ જથ્થો વડોદરાના બાજવાથી પ્રતિક પંચાલ નામના શખસે આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ અંગે તારાપુર પોલીસે કમલેશ અશોક પરમાર અને પ્રતિક પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post