આગ લાગતા ખેતરમાં રાખેલા સૂકા લાકડાના ઢગલા બળીને ખાખ; મોડાસા પાલિકા ફાયર અધિકારી સહિત સ્ટાફ ઘટનાસ્થળે | A pile of dry wood kept in a fire-prone field was burnt; Modasa Municipal Fire Officer including staff at the scene | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉનાળાના સમયે એક તરફ ગરમીનો પારો ઊંચકાતો હોય છે. તો બીજી તરફ આગ અગન વરસાવતી ગરમીના કારણે આગની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે મોડાસાના પહાડપુર ગામે ખુલ્લા ખેતરમાં આગની ઘટના સામે આવી છે.

આજે સાંજે મોડાસાના પહાડપુર ગામના નિરંજન લક્ષ્મણભાઈ પટેલ નામના ખેડૂતના ખુલ્લા ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ખેડૂતનું ખેતર હાલ કોઈપણ વાવેતર વગરનું હતું, પણ ખેતરના ઝાડ પડી ગયા હોવાથી લાકડાના મોટા ઢગલા ખેતરમાં પડ્યા હતા. ત્યારે ખેતરમાં વિજડીપી પણ નજીકમાં દેખાઈ રહી છે.

ત્યારે એકાએક આગ લાગતા અફડાતફઢી મચી જવા પામી હતી. જોકે ખેતર માલિકે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકા ફાયરના કર્મીઓ બે વૉટર બ્રાઉઝર સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે. ખુલ્લું ખેતર, પવન અને સૂકા લાકડા જેને લઈ આગ વધુ ફેલાય એ પહેલાં ફાયર વિભાગે કામગીરી શરૂ કરતાં ખેડૂત અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ કયા કારણે લાગી એ રહસ્ય અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post