Sunday, April 23, 2023

માતાએ દોઢ વર્ષની બાળકીને એસિડ પીવડાયા બાદ પોતે પણ એસિડ ઘટાડવી આપઘાતનો પ્રયાસ કર્યો, બંનેની હાલત ગંભીર | After the one-and-a-half-year-old girl drank acid, the mother tried to commit suicide by reducing the acid herself, the condition of both is critical | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The One and a half year old Girl Drank Acid, The Mother Tried To Commit Suicide By Reducing The Acid Herself, The Condition Of Both Is Critical

સુરત40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
માતાએ પુત્રી સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો - Divya Bhaskar

માતાએ પુત્રી સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

સુરત શહેરના વડોદ વિસ્તારમાં માતાએ દોઢ વર્ષની બાળકીને એસિડ પીવડાયા બાદ પોતે પણ એસિડ ઘટાડવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ આજુબાજુના લોકોને દોડી આવ્યા હતા. માતા અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

માતાએ પુત્રી સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ રણછોડ નગરમાં રહેતા મૂળ યુપીના વતની મણબીર કેવળ પાંડેસરા ખાતે મજૂરી કામ કરી પરિવારનનું ગુજરાન ચલાવે છે. મણબીરની પત્ની અંજુ કેવળએ દોઢ વર્ષની બાળકી શિખાને એસિડ પીવડાવ્યા બાદ અંજુએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. બંનેની તબિયત લથડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકએ ઘટનાની 108ને જાણ કરી તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલમાં માતા અને બાળકીને ખસેડાયા હતા.

માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પ્રાથમિક તારણ
ઘટનાની જાણ થવાની સાથે જ પતિ પણ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યો હતો. પતિ નોકરીએ ગયો તે સમયે પત્ની અને તેની દોઢ વર્ષની બાળકી ઘરે એકલા હતા. દરમિયાન અગમ્ય કારણોસર મણબીરની પત્નીએ અચાનક દોઢ વર્ષની માસુમ બાળકીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું છે કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર અંજુની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે માસુમ બાળકને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી હોવાનું સામે આવ્યું છે. માસુમ બાળકી અને માતાની હાલત ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે આપઘાતનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી
બીજી બાજુ ઘટનાને લઈ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. માતાએ દોઢ વર્ષના માસુમ બાળકીને એસિડ પીવડાવી પોતે પણ કયા કારણોસર એસિડ ઘટ-ઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…