દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કર્યો હતો. અનેક સ્થળોએ ગટરથી લઈ અસ્વચ્છતાના સ્થાને પ્રિમોન્સુન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગટર લાઈનોની સાફ-સફાઈ, ચોકઅપ થયેલી લાઈનોનું સમારકામ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોટી ગટરોની સફાઈ હાથ ધરાઈ
ચોમાસાના પ્રારંભ પૂર્વે આ વર્ષે દાહોદ નગરપાલિકા ચોમાસાના અઢી મહિના પૂર્વે જ આગોતરા આયોજન સાથે અત્યારથી જ દાહોદ શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી શરુ કરી દીધી છે.. દાહોદ શહેરના ગોવિંદ નગર, સ્ટેશન રોડ, ગોધરા રોડ, ગોદી રોડ અને ભઈ ભીલવાડ તળાવ ફળિયા જેવા વિસ્તારોમાં ઉભરાતી ગટરો, ગટરના ઢાંકણાઓનું સમારકામ, ચોકઅપ થયેલી લાઈનોનું સમારકામ તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકાના સફાઈ કર્મીઓ મારફતે પ્રિ મોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં કેટલા કેટલા સમયથી ઉભરાતી ગટરો ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા જે બાબતની ગંભીરતા ને લઈ દાહોદ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરી હતી.
ચોમાસામા રાહત રહેવાની આશા
આ કામગીરી પાલિકા પ્રમુખ રીના પંચાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ચંદ્રકાનતા બેન ધાનકા ,નગર સેવકો તેમજ સેનેટરી વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ કામગીરી આગળ ચાલુ જ રહેશે ત્યારે આ ચોમાસે કેટલાક વિસ્તારોમા પાણી નહી ભરાય તેમ લાગી રહ્યુ છે.