Tuesday, April 25, 2023

પાર્ટ ટાઈમ નોકરીનો વોટ્સએપ મેસેજ જોઈ સેલ્સ મેનેજરે સંપર્ક કર્યો, ઠગે સવા બે લાખનો પડાવી લીધા | After seeing the WhatsApp message of the part-time job, the sales manager contacted, the thugs grabbed two and a half lakhs. | Times Of Ahmedabad

અમદાવાદ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પરની લોભામણી લાલચને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે ખાનગી કંપનીના મેનેજર પણ અજાણ્યા નંબર પરથી આવેલા નોકરીના લોભમના મેસેજમાં ફસાયા બાદ 2.27 લાખ ગુમાવ્યા છે.અજાણ્યા વ્યક્તિએ પૈસા પડાવ્યા બાદ પરત ના આપતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ હવે લોકોને લૂંટવાની નવી તરકીબો સામે આવી રહી છે. વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજરની નોકરી કરતાં વ્યક્તિને પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને 2 લાખથી વધુની રકમ પડાવી લઈ પાછી નહીં આપતાં વ્યક્તિએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતો યુવક સેલ્સ મેનેજર તરીકેની નોકરી કરે છે. તેના મોબાઈલ પર વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં પાર્ટ ટાઈમ નોકરીની વાત કરીને એક ટાસ્ક આપી દરેક ટાસ્કના 50 રૂપિયા મળશે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી આ યુવકે તૈયારી બતાવતાં તેને એક કોડ આપવામાં આવ્યો હતો. આ કોડનો ઉપયોગ કરીને ટેલિગ્રામમાં Stella Online નામના એકાઉન્ટ પર તેને ટાસ્ક મળ્યું હતું. પ્રથમ બેથી ત્રણ વખત યુવકને ટાસ્કના પૈસા ગૂગલ પેથી આપવામાં આવ્યાં હતાં.

જ્યારે યુવકે વધુ ટાસ્ક પુરા કર્યાં તો તેના પૈસા આપવાની જગ્યાએ સામે વાળાએ કહ્યું હતું કે, તમે ટાસ્ક પુરા કરશો તો જ તમને પૈસા પરત મળશે. જેથી યુવકે વિવિધ ટાસ્ક પુરા કર્યાં હતાં અને તેમાં પૈસા ભર્યા હતાં. 2 લાખથી વધુની રકમ ભરી હોવા છતાં સામે વાળાએ તેને પૈસા પાછા નહીં આપતાં તેણે ટાસ્ક આપનાર સાથે વાતચીત કરી હતી. જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે, તમારા 2.27 લાખ ફ્રીજ થઈને પડ્યાં છે. જો તમે આ રકમ ભરશો તો જ તમને 6.17 લાખ રૂપિયા પરત મળશે. આ યુવકને પૈસા આપવામાં આનાકાની થતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જ તેણે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: