Tuesday, April 25, 2023

રાજકોટ મનપાનાં વિપક્ષ નેતાની કાર અને કાર્યાલય પરત લેવા સેક્રેટરીનો મ્યુ. કમિશ્નરને પત્ર, કોંગી નેતાએ કહ્યું - ભાજપ વિપક્ષનો અવાજ દબાવવા માંગે છે | Rajkot Municipal Corporation's opposition leader's car and office taken back by the secretary. Letter to Commissioner, Congolese Leader Says - BJP Wants to Suppress Voice of Opposition | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Municipal Corporation’s Opposition Leader’s Car And Office Taken Back By The Secretary. Letter To Commissioner, Congolese Leader Says BJP Wants To Suppress Voice Of Opposition

રાજકોટ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો અને તેમને અપાતી કાર્યાલય તેમજ કાર સહિતની સુવિધા પરત ખેંચવામાં આવનાર છે. આ માટે સેક્રેટરી વિભાગ દ્વારા મનપા કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વિપક્ષને આપવામાં આવેલ કાર અને કાર્યાલય પરત લેવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપુતે કહ્યું હતું કે, ભાજપનાં નેતાઓ વિપક્ષનો અવાજ દબાવવા માંગે છે.

તાજેતરમાં જ જૂનાગઢ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાનું પદ છીનવાયા બાદ રાજકોટમાં પણ વિપક્ષ નેતાનું પદ પરત લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યની સંખ્યા માત્ર બે રહી છે ત્યારે નવી ટર્મના બે વર્ષ બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો સુવિધા સાથેનો દરજજો રદ્દ કરવા શાસક ભાજપે નિર્ણય લઇને પત્ર તૈયાર કરી લીધો છે. અને સેક્રેટરી દ્વારા આ પત્ર મ્યુ. કમિશ્નરને મોકલવામાં આવતા તેમણે પણ કાર્યાલય અને કાર પરત કરવા વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણીને લેખિત આદેશ કરતા રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

બે વર્ષ પૂર્વે યોજાયેલી મનપાની ચૂંટણીમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર ચૂંટાયા હતા. વિધાનસભાની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.15ના વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. આ કારણે વિપક્ષમાં માત્ર બે સભ્યો નેતા શ્રીમતી ભાનુબેન પ્રવિણભાઇ સોરાણી અને મકબુલભાઇ દાઉદાણી રહ્યા હતા. નિયમ મુજબ કુલ સંખ્યા બળના 10 ટકા સભ્ય વિપક્ષ પાસે હોય તો જ વિપક્ષી નેતા પદ અને અન્ય સુવિધાઓ મળે છે. વિધાનસભામાં સરકારે વિપક્ષને આવી માન્યતા આ જ કારણોથી આપી નથી. પરંતુ મનપામાં શાસક પક્ષે અગાઉથી ચાલતી પરંપરાના કારણે વિપક્ષી નેતા પદ આપ્યું હતું તે બાદ ચારમાંથી બે સભ્ય ગેરલાયક ઠરતા માત્ર બે વિપક્ષી સભ્ય કોર્પો.માં બેસે છે.

સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપુતે કહ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની સાથે ભારતભરમાં વિરોધપક્ષ ન હોવો જોઈએ તેમજ વિપક્ષને બોલતો કેમ બંધ કરવો તેની પેરવી પણ કરાઈ રહી છે. ત્યારે હાલ દેશ આઝાદી નહીં પણ ગુલામીમાં ધકેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જે અંતર્ગત હાલ મનપાનાં સેક્રેટરી દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર લખી વિપક્ષ નેતાની કાર અને કાર્યાલય પરત લેવાની માંગ કરવામાં આવી છે. અને હાલમાં જ મળતી માહિતી મુજબ મ્યુ. કમિશ્નર દ્વારા વિપક્ષના નેતા ભાનુબેનને આ માટે ઓફીસ ખાલી કરી કાર પરત કરવાના લેટરો મોકલી આપવામાં આવ્યા છે. હાલ વિપક્ષ નેતાનાં કાર્યાલય ખાતેથી તેની સામેની લેખિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ મારુ માનવું છે કે, કોઈપણ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોને શાસક પક્ષ દ્વારા ઓફીસ સહિતની સુવિધા આપવી જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: