ભર ઉનાળે ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી, માવઠો પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ | After torrential rains in full summer, the atmosphere has cooled down, there is concern among the farmers due to monsoons. | Times Of Ahmedabad

છોટા ઉદેપુર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લામાં આખા દિવસ વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે માવઠો પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું અને ખૂબ જ બાફ વર્તાતો હતો. આખા દિવસના ઉકળાટ બાદ સાંજના લગભગ 5 વાગ્યે જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો ફોજ ઉતરી આવી હતી અને સંખેડા બહાદરપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આ કમોસમી વરસાદને પગલે કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળતી હતી. ખેડૂતોના ખેતરમાં હજુ તૈયાર થયેલો મકાઈ, દિવેલા, કપાસનો પાક ઊભો છે તે જ સમયે કમોસમી વરસાદ થતાં પાકને નુકસાનને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળતી હતી.

Previous Post Next Post