Tuesday, April 18, 2023

AMC દ્વારા સોગંદનામું રજૂ કરાયું, કહ્યું- રખડતા ઢોરને પકડવા માટે બાઉન્સરોનો ઉપયોગ કરશે | AMC submitted affidavit, said- will use bouncers to catch stray cattle | Times Of Ahmedabad

અમદાવાદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. તેમાં આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.

એએમસી બાઉન્સરોનો ઉપયોગ કરશે
આ સોગંદનામાંમાં એએમસીએ રખડતા ઢોરના નિયંત્રણ માટે જે પણ કાર્યવાહી કરશે તેની વિસ્તૃત માહિતી કોર્ટ સમક્ષ મૂકી હતી. એએમસી દ્વારા જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેમાં હવે રખડતા ઢોરને પકડવા માટે એએમસી બાઉન્સરોનો ઉપયોગ કરશે.

હાઇકોર્ટની ફટકાર બાદ કડક કાર્યવાહી
ઢોર પકડવાના સ્થળો પર બાઉન્સરો સાથે રાખીને એએમસી કાર્યવાહી કરશે. AMC દ્વારા અમદાવાદમાં કુલ 96 જેટલા સ્થળોને રખડતા ઢોરના હોટસ્પોટ તરીકે નક્કી કર્યા છે. આ તમામ સ્થળો ઉપર એએમસી હાઇકોર્ટની ફટકાર બાદ કડક કાર્યવાહી કરશે તેમજ એફિડેવિટમાં યોગ્ય કામગીરી કરવાની પણ કોર્ટમાં બાંહેધરી આપવામાં આવી છે.

બિસ્માર રોડ-રસ્તા મુદ્દે સોગંદનામું રજૂ કર્યું
રખડતા ઢોરની સાથે એએમસી દ્વારા બિસ્માર રોડ રસ્તાઓ મુદ્દે પણ સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામાં અત્યાર સુધીમાં ખરાબ રોડ રસ્તા અંગે જે કાર્યવાહી કરવામાં આવી તેનો વિસ્તૃત અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનનો દાવો- મોટાભાગના રસ્તાઓનું કામકાજ પૂર્ણ
એમસીએ માર્ચ 2022 જે પણ રોડ રસ્તા અંગે કામગીરી કરી તેનો અહેવાલ રજૂ કર્યો હતો ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ હાઇકોર્ટમાં ઇન્સ્પેક્શન કરેલા તમામ રસ્તાઓ અંગેનો ફોટોગ્રાફ સહિત રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્પોરેશને કોર્ટમાં દાવો કર્યો હતો કે મોટાભાગના તમામ રસ્તાઓનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે તેમજ અમુક રસ્તાઓનું કામકાજ હજુ પ્લાનિંગ હેઠળ અને વર્કિંગ પ્રોગ્રેસ છે. રસ્તાઓનો ડેટા ડાયનેમિક હોવાથી અને તેમાં સમ્યાંતર એ બદલાવ આવ્યો હોવાથી હજુ સુધી સંપૂર્ણ આકલન થઇ શક્યું નથી. આ મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…