ભાવનગર7 કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શિક્ષકો સહિત કુલ છ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. ત્યારે ભાવનગરના શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ઝડપાયેલા શરદ પનોત અને પી.કે. દવે નામના બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રા બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ત્રણ દિવસ પહેલા ચાર ઝડપાયા હતા
રાજ્યમાં યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટીને લઈને ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગામડાઓના 35થી વધુ વિદ્યાર્થીઓ એ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી, જેમાં પોલીસે 15-4-23ના રોજ 36 માંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં શરદકુમાર સ/ઓ ભાનુશંકર શાંતિભાઈ પનોત ઉં.મ.34 દિહોર રહે.તળાજા, પ્રકાશભાઈ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે ઉ.મ.35 રહે.પીપરલા તળાજા, બળદેવ રમેશભાઈ રાઠોડ ઉ.મ.29 રહે.ગામ દિહોર તળાજા, પ્રદીપકુમાર નંદલાલભાઈ બારૈયા ઉ.મ.33 રહે.દેવગણા સિહોર ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
15-4ના રોજ ચાર શખ્સો ઝડપાયા હતા જેમાંથી બે શિક્ષકો, એક કોર્ટનો ક્લાર્ક તથા એક કોમ્યુટર ઓપરેટર હતા, જેમાં શરદકુમાર સ/ઓ ભાનુશંકર શાંતિભાઈ પનોત એ ભાવનગરની સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. જે 2013થી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. જ્યારે, પ્રકાશભાઈ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે જે તળાજામાં BRC કો-ઓર્ડિનેટર તરીકે 2008થી ફરજ બજાવતો હતો, જે બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
90 દિવસનો સમય આપવામાં આવે છે
જિલ્લા શિક્ષણ અધિકારી કિશોર મૈયાણીએ જણાવ્યું કે બંને ને ફરજમુક્ત કરવામાં આવ્યા છે જેમાં પ્રકાશ દવે ઉર્ફે પી.કે જેઓ BRC કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે તેમનું પહેલા ડેપ્યુટેશન રદ્દ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા અને જો તેઓને 90 દિવસનો ટાઈમ પિરિયડ આપવામાં આવે છે જેમાં જો તે દરમ્યાન જો તે નિર્દોષ જાહેર થયા તો તેને નોકરી પર લેવામાં આવે છે અને જો દોષિત જાહેર થાય તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.