السبت، 29 أبريل 2023

સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થતા પ્રેમવીર સિંહને અમદાવાદના નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર બનાવાયા | As Commissioner of Police, Ahmedabad, JCP of Crime Branch has been given charge, will remain in charge till the new order. | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થયા છે. ત્યારે શહેર પોલીસ કમિશનર કોણ બનશે તેની સતત ચર્ચાઓ થઈ રહી છે. અનેક નામોની વચ્ચે સરકારે આજે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નવા નામ જાહેર કરવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર નવી નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ તરીકે ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે 29 એપ્રિલના પોતાનું પદ છોડીને વય નિવૃત્ત થયા છે. ત્યારે તેમનો ચાર્જ પ્રેમવીર સિંહને સોંપવામાં આવ્યો છે. આજે અનેક અટકળો વચ્ચે પ્રેમવીસ સિંહનું સરપ્રાઇઝ નામ સામે આવ્યું છે. જેઓ નવો હુકમ ના થયા ત્યાં સુધી ચાર્જમાં રહેશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.